narol police: મિત્રો સાથે દૂધની થેલી લઈને ભાગનારા છોકરા પર પાર્લર માલિકે ચડાવી કાર, માર્યો ઢોરમાર – ahmedabad owner of milk parlour attacked 15 year old boy with stump

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 15 વર્ષના છોકરાને માર મારી લોહીલૂહાણ કરનારા પાર્લરના માલિક સામે નોંધાયો ગુનો
  • પાર્લર માલિકે 15 વર્ષના છોકરા પર કાર ચડાવી દીધી અને બાદમાં સ્ટમ્પથી ફટકાર્યો
  • છોકરો અન્ય મિત્રો સાથે ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો તે સમયે બની હતી આ ઘટના

અમદાવાદઃ નારોલ પોલીસે 15 વર્ષના છોકરા પર હુમલો કરનારા ડેરી પાર્લરના માલિક સામે ગુનો નોંધ્યો હતો. છોકરો તેના બે મિત્રો સાથે હતો અને આ દરમિયાન પાર્લર માલિકે તેમાંથી એકને તેની દુકાન બહાર રાખેલા કેરેટમાંથી કથિત રીતે દૂધથી થેલી ચોરતા જોયો હતો. પાર્લર માલિકે કારથી છોકરાઓનો પીછો કર્યો હતો, આ દરમિયાન તેમાંથી 15 વર્ષનો છોકરો પડી જતાં પાર્લર માલિકે તેના પર કાર ચડાવી દીધી હતી અને ઢોરમાર માર્યો હતો, તેમ ફરિયાદીએ જણાવ્યું હતું.

વૃદ્ધ દંપતીને ઘરમાંથી ઢસેડી જઈ પોલીસે માર્યો માર, હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો રિપોર્ટ
પીડિત અને તેનો પરિવાર નારોલ વિસ્તારમાં રહે છે. છોકરાની 40 વર્ષીય માતાએ ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો દીકરો મિત્રો સાથે વહેલી સવારે પાંચ વાગ્યે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ઘરેથી બહાર ગયાના થોડા જ સમય બાદ તેમની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ડેરી પાર્લરનો માલિક તેમના દીકરાને મારી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેઓ તાત્કાલિક પાર્લર ગયા હતા અને તેમનો દીકરો ઈજાગ્રસ્ત હોવાનું તેમજ હાથ-પગમાંથી લોહી નીકળી રહ્યું હોવાનું જોયું હતું.

બોપલમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ, પાડોશી ક્વોરેન્ટાઈન
કેસ અંગે નારોલ પોલીસે જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે એક છોકરાએ દૂધની થેલી ઉઠાવીને એક્ટિવાની ડેકીમાં મૂકી હશે. મહિલાએ કહ્યું હતું કે, પાર્લર માલિકને જોઈને બાળકો ભાગ્યા હતા. ફરિયાદ મુજબ, પાર્લર માલકે પહેલા બાળકો પર સ્ટેમ્પ ફેંક્યા હતા અને પછી કારથી પીછો કર્યો હતો, આ દરમિયાન ફરિયાદીનો દીકરો પડી જતાં માલિકે તેના પર કાર ચડાવી દીધી હતી અને આસપાસના લોકો સાથે મળી માર્યો હતો.

દીકરાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે, દૂધની થેલી તેના મિત્રએ લીધી હતી. પાર્લરનો માલિક જોઈ જતાં ગાડી લઈને પીછો કર્યો હતો. ભાગવા જતાં તે પડી જતાં માલિકે તેના પર ગાડી ચડાવી દીધી હતી. પાર્લર માલિક સહિતના ત્યાં ઉપસ્થિત લોકોએ તેને સ્ટંપ વડે ફટકાર્યો હતો. તેને ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નારોલ પોલીસે ઘણી ભારતીય કલમ હેઠળ પાર્લર માલિક સામે ગુનો નોંધ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *