muslim personal law board: ‘દેશમાં મોહમ્મદ પયગંબરનું અપમાન થઇ રહ્યું છે’, મુસ્લિમ બોર્ડે ઇશનિંદા પર કાયદો ઘડવાની માંગ કરી – muslim personal law board demanded to law against ishninda in india

[ad_1]

હાઈલાઈટ્સ:

  • આ મુદ્દે બોર્ડે ઇશનિંદા કાયદો ઘડવાની માંગ ઉઠાવી છે
  • દેશમાં સમાન નાગરિક સંહિતાને લાગૂ ના કરવા માટે સરકારને જણાવ્યું
  • બોર્ડ મુજબ સમાન નાગરિક સંહિતા બંધારણીય અધિકારોના હનન સમાન છે

કાનપુરઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સમાન નાગરિક સંહિતાને બંધારણીય અધિકારો વિરુદ્ધ ગણાવીને સરકારને તેને કોઇપણ સ્થિતિમાં લાગૂ ના કરવા કહ્યું છે. બોર્ડે રવિવારે પોતાના 27માં જાહેર જલસાના બીજા અને અંતિમ દિવસે પાસ કરેલા એક પ્રસ્તાવમાં આ વાત કહી છે. આ સિવાય બોર્ડે કહ્યું કે દેશમાં મોહમ્મદ પયગંબરનું અપમાન થઇ રહ્યું છે. એવામાં દેશમાં ઇશનિંદાનો અલગ કાયદો પણ સરકારે ઘડવો જોઇએ.

બોર્ડે એની રજૂઆતમાં કહ્યું છે કે, હિંદુસ્તાનમાં અનેક ધર્મો અને રીવાજોને માનનારા લોકો વસે છે. એવામાં સમાન નાગરિક સંહિતા આ દેશ માટે ક્યારેય યોગ્ય નથી. આવી સંહિતા લાગૂ કરવાની દિશમાં લેવાયેલા પગલા આપણા બંધારણીય અધિકારોનું હનન કરે છે. બોર્ડે હાલમાં મોહમ્મદ પયગંબર પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરનારા વિરુદ્ધ સરકાર તરફથી કોઇ કાર્યવાહી ના કરવા પર અસંતોષ જાહેર કર્યો છે અને ભવિષ્યમાં આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી માટે કાયદો ઘડવાની માંગ ઉઠાવી છે.

બોર્ડે સરકાર અને ન્યાય વ્યવસ્થા સમક્ષ આગ્રહ કર્યો છે કે, ધાર્મિક કાયદાઓ અને પાંડુલિપિઓની પોતાના હિસાબથી વ્યાખ્યા કરવાથી દૂર રહે. આ સાથે બોર્ડે મહિલા વિરુદ્ધ દહેજ અને હત્યા જેવા ગુનાઓ સહિત લગ્નમાં તેમની મંજૂરી ના લેવાના ચલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સરકારને આ મુદ્દે કડક કાયદો ઘડવાનો આગ્રહ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, યુપીના કાનપુર ખાતે બોર્ડે 27માં વાર્ષિક જલસાના પહેલા દિવસે, શનિવારે મોલાના રાબે હસની નદવીને એકવાર ફરી બોર્ડના ચીફ તરીકે પસંદ કર્યા છે. આ સિવાય મોલાન વલી રહમાનીના નિધન બાદ તેમના સ્થાને મોલાના ખાલિદ સૈફુલ્લાને નિયુક્ત કર્યા છે.
‘આને જેલમાં મોકલો અથવા પાગલખાનામાં’, કંગના રનૌત પર રોષે ભરાયો શીખ સમાજ‘મારા દેશમાં દિવસે મહિલાઓની પૂજા થાય છે, રાતે ગેંગરેપ’, મુશ્કેલીમાં મૂકાયો વીર દાસધો. 10માં બેઝિક કે સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મળશે?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *