[ad_1]
હાઈલાઈટ્સ:
- મધ્ય પ્રદેશમાં દિયરે ભાભીની કરી કરપીણ હત્યા
- ફોન પર ભાભીને વાત કરતાં જોઈ જતાં રોષે ભરાયો દિયર
- ભાભીની હત્યા કર્યાં બાદ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો
દિયરે કરી ભાભીની કરપીણ હત્યા
મધ્ય પ્રદેશના હનુમાનતાલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ઉમેશ ગુલાનીએ કહ્યું કે, આરોપી રાજા અને તેનો મોટો ભાઈ પ્રદીપ સાથે રહે છે. પ્રદીપ માટીના ઘડા બનાવવાનું કામ કરે છે. જ્યારે આરોપી રાજા ચક્રવર્તી મિકેનિક છે. આ ઘટના જબલપુરના બકરા મંડી વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારની સાંજે રાજાએ પોતાની ભાભીની હત્યા કરી દીધી હતી.
ફોન પર હસી-હસીને વાત કરી રહી હતી ભાભી
ગુરુવારની સાંજે જ્યારે રાજા ચક્રવર્તી કામ કરીને પોતાના ઘરે પરત આવ્યો હતો, ત્યારે તેણે જોયું કે તેની ભાભી ફોન પર કોઈની સાથે હસતાં- હસતાં વાત કરી રહી છે. જે બાદ તેના મનમાં ભાભી સામે શંકા ઉઠી હતી. અને તેણે ભાભીને પુછ્યું હતું કે, તે ફોન પર કોની સાથે વાત કરી રહી છે. જો કે, ભાભીએ પણ સામે જવાબ આપતાં કહી દીધું હતું કે, તારે શું લેવા-દેવા.
ભાભીની હત્યા કર્યાં બાદ પોલીસ સમક્ષ હાજર થયો દિયર
ભાભીની આ વાત સાંભળીને જ રાજાનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો અને તેણે ઘરમાંથી એક ધારદાર વસ્તુ લાવીને ભાભીના ગળા પર હુમલો કરી દીધો હતો. જેને કારણે ભાભી લોહીનાં ખાબોચિયામાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ભાભીની હત્યા કર્યાં બાદ રાજા સીધો જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ભાભીની હત્યા કરી હોવાનો ખુલાસો કરતાં પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે રાજાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
[ad_2]
Source link
Leave a Reply