[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 21, 2021, 6:12 PM
અમરેલી જિલ્લાના ધારીના ચલાલામાં એક રહેણાંક મકાનના બેડરૂમમાં આગ લાગતા માતા સહિત તેમની બે દીકરીઓ જીવતા ભડથું થયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી

હાઈલાઈટ્સ:
- અમરેલીના ધારીના ચલાલામાં રહેણાંક મકાનના બેડરૂમમાં લાગી આગ
- આગ લાગતા માતા સહિત 2 દીકરીઓનાં દાઝી જવાથી કરૂણ મોત
- સ્થાનિકોએ આગ પર મેળવ્યો કાબૂ, આગ લાગવાનું કારણ અકબંધ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમરેલી જિલ્લાના ધારીના ચલાલામાં એક મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા મકાનમાં રહેલી મહિલા અને તેની બે દીકરીઓ આગની લપેટમાં આવી હતી. જે બાદ ત્રણેય જણા આગમાં જીવતા ભૂડથું થયા હતા. આ આગ તેમના બેડરૂમમાં લાગી હતી. આગની આ ઘટના ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીની છે. એક માતા અને તેની બે દીકરીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
આગની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેઓએ આગની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરી હતી. બાદમાં સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં જ સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. તો આ ઘટના પછી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
જો કે, રહેણાંક મકાનના બેડરૂમમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. પોલીસ પણ આદ લાગવાનું કારણ શોધી રહી છે. તો આ ઘટના બાદ મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ આગમાં ભોગ બનેલામાં 40 વર્ષીય માતા સોનલબેન ભરતભાઈ દેવમુરારી અને તેમની 14 વર્ષીય દીકરી હિતાલી તથા 3 માસની ખુશીનો સમાવેશ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીઃ સિંહનો છલાંગ મારતો વીડિયો જોઈ રુંવાટા ઉભા થઈ જશે
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply