[ad_1]
હાઈલાઈટ્સ:
- કર્ણાટક સરકારના 15 અધિકારીઓ વિરૂદ્ધ ACBએ પાડ્યા દરોડા
- પાઈપ લાઈનમાંથી પાણીના બદલે નીકળવા લાગ્યા રૂપિયા
- પાઈપ લાઈનમાંથી રૂપિયા નીકળતા જોઈને અધિકારીઓ પણ ચોંક્યા
ખરેખરમાં ACBએ બુધવારે આવક કરતા વધુ સંપતિ મામલે કર્ણાટક સરકારના 15 અધિકારીઓ વિરૂદ્ધ રેડની કાર્યવાહી હાથ ધરી હતી. 15 અધિકારીઓના 60 ઠેકાણાઓ પર પાડવામાં આવેલા દરોડામાં મોટી સંખ્યામાં સોનુ, રોકડ રકમ અને દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા. જેને જોઈને તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. લોકોને આશ્ચર્ય ત્યારે થયુ કે જ્યરે પીડબલ્યૂડીના જુનિયર એન્જિનિયર સાંતા ગૌડાના ઘરે દરોડા પાડવા ACBની ટીમ પહોંચી. અધિકારીઓએ જ્યારે અહીં તપાસ હાથ ધરી તો પાઈપ લાઈનમાંથી પૈસા નીકળવા લાગ્યા. પાઈપ લાઈનમાંથી પાણીના બદલે રૂપિયા નીકળતા અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. જુઓ આ વિડીયો.
લોકો જોતા જ રહી ગયા
આ વિડીયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરી રહ્યા છે. જે પણ વ્યક્તિ આ વિડીયો જુએ છે તેને નવાઈ લાગે છે. કારણ કે આ પહેલાં આ રીતે કોઈએ ભાગ્યે જ પૈસા છૂપાવીને રાખ્યા હશે. અનેક લોકોને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ રીતે પણ પૈસા છૂપાવવામાં આવી રહ્યા હોય. ટ્વિટ પર અનેક યૂઝર્સ PipelineMoney હેશટેગની સાથે આ વિડીયોને શેર કરી રહ્યા છે. લોકોએ આ વિડીયોને લઈને અવનવી પ્રતિક્રિયાઓ પણ આપી છે.
મહત્વનું છે કે, કર્ણાટક સરકારના 15 અધિકારીઓ વિરુદ્ધ પાડવામાં આવેલી રેડમાં 8 એસપી, 100 અધિકારીઓ અને 300 કર્મચારીઓની ટીમ સામેલ થઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ટીમે આ સરકારી અધિકારીઓના 60 જેટલા સ્થાને રેડ પાડીને તપાસ શરું કરી. એસીબીના અધિકારીએ કહ્યું કે તપાસ બાદ અમારા અધિકારીઓ તમામ ડોક્યુમેન્ટની ખરાઈ તપાસી રહ્યા છે અને તેમાંથી કેટલી સંપત્તિ બેનામી છે તેનો કયાસ લગાવી રહ્યા છે. એન્ટિ કરપ્શન બ્યુરોની આ રેડમાં કુલ 8.5 કિલો સોનું અને લાખો રુપિયા કેશમાં મળી આવ્યા હતા.
બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?
[ad_2]
Source link
Leave a Reply