modasa news: મોડાસાઃ કોન્સ્ટેબલે એક વર્ષની સગાઈ બાદ લગ્નની ના પડતા યુવતીએ આપઘાત કર્યો – modasa young woman life end after a year of engagement with a constable

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 20 વર્ષિય યુવતીની એક વર્ષ પહેલા સગાઈ કરવામાં આવી હતી.
  • ધવલ પરમાર આહવા નજીક આવેલા સુબીર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે
  • ધવલનો અન્ય કોઈ યુવતી સાથે સંબંધ ચાલી રહ્યો છે અને તેણે ફાલ્ગુની લગ્ન ન કરવાનું કહ્યું હતું

મોડાસાના લીંબોઈ ગામે રહેતી એક પરિવારની 20 વર્ષિય યુવતીની એક વર્ષ પહેલા સગાઈ કરવામાં આવી હતી. મંગેતરના અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી એક વર્ષ પછી મંગેતરે લગ્ન કરવાની ના પાડી હતી. આ બાબતે યુવતીને લાગી આવતાં તેણે આપઘાત કરી લીધો. યુવતીનો મંગેતર કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. જેની સામે યુવતીના પરિવારજનોએ દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે. આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાળકો પર કોરોના વેક્સિનનો ટ્રાયલ આરંભ, કાનપુરમાં 2 વર્ષની બાળકીને આપવામાં આવી Covaxin
ગત 13મી જૂન ના રોજ જયારે ફાલ્ગુની તેના ઘરના પ્રથમ માળે આવેલ રૂમમાંથી મોબાઈલ ઉપર ધવલ પરમાર જોડે વાતચીત કરી રહી હતી. ત્યાર પછી ફાલ્ગુનીએ રૂમ બંધ કરી આપઘાત કરી લેતાં જ પરીવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. લીંબોઈ ગામના વતની અને વડોદરા ખાતે સ્ટેટ રીઝર્વ પોલીસ દળમાં ફરજ બજાવતા બળદેવભાઈ પરમારની પુત્રી ફાલ્ગુનીની સગાઈ એક વર્ષ પહેલા નાંદીસણ ગામના ધવલ પરમાર સાથે થઈ હતી. ધવલ પરમાર આહવા નજીક આવેલા સુબીર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

કોરોના ગાઈડલાઈનઃ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો, થિયેટર્સ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે
ધવલ અને ફાલ્ગુનીની સગાઈ તેમની મરજીથી કરવામાં આવી હતી. ફાલ્ગુનીએ હાથ ઉપર ધવલના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે સમય જતા ખબર પડી કે ધવલનો અન્ય કોઈ યુવતી સાથે સંબંધ ચાલી રહ્યો છે અને તેણે ફાલ્ગુની લગ્ન ન કરવાનું કહ્યું હતું. ત્યારે પણ ફાલ્ગુનીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર સારવાર મળતા તે બચી ગઈ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *