mobile tariff hike: Explained: 2022માં મોબાઈલ ફોન વાપરવાનું કેમ ઘણું મોંઘું પડશે? – mobile-tariffs-may-go-up-further-as-costly-5g-auction

[ad_1]

હાઈલાઈટ્સ:

  • તાજેતરમાં ટેલિકોમ કંપનીઓએ ટેરિફમાં 20થી 25 ટકાનો વધારો કર્યો
  • 5G સ્પેક્ટ્રમની હરાજી થશે ત્યારે એરવેવ્ઝ ખરીદવા માટે જંગી રોકાણ કરવું પડશે
  • 31 માર્ચ, 2022ના રોજ ટેલિકોમ ઉદ્યોગ પર કુલ દેવું રૂ. 4.7 લાખ કરોડ હશે

ટેલિકોમ સેવાઓના દરની બાબતમાં ભારત વિશ્વના સૌથી સસ્તા માર્કેટમાં સ્થાન પામે છે, પરંતુ તાજેતરમાં ટેલિકોમ કંપનીઓએ ટેરિફમાં 20થી 25 ટકાનો વધારો કર્યો હતો. આટલો વધારે હજુ પુરતો નથી. થોડા જ વર્ષોમાં 5G સર્વિસ શરૂ થવાની છે તે અગાઉ ટેલિકોમ કંપનીઓ આ વર્ષે મોબાઈલ ટેરિફમાં ભારે વધારો કરવાની છે.

5G સર્વિસ શરૂ થશે ત્યારે ટેલિકોમ કંપનીઓને વધારાની આવક પેદા કરવાની તક મળશે. ખાસ કરીને એન્ટરપ્રાઈઝ અને ડિજિટલ સર્વિસ સેગમેન્ટમાં વધુ આવક મેળવી શકાશે. પરંતુ આના માટે તેમણે જંગી ખર્ચ કરવો પડશે. 5G સ્પેક્ટ્રમની હરાજી થશે ત્યારે એરવેવ્ઝ ખરીદવા માટે જ જંગી રોકાણ કરવું પડશે.

ભારત મોબાઈલ ડેટાની બાબતમાં વિશ્વમાં સૌથી સસ્તા બજારોમાં સ્થાન ધરાવે છે. તેથી વિવિધ સેવાઓના ભાવ વધારવાનો અવકાશ અત્યારે પણ છે. આ ઉપરાંત 5G માટે નાણાં એકઠા કરવાના હોવાથી ટેલિકોમ કંપનીઓએ ભાવમાં વધુ વધારો કરવો પડશે તેમ નિષ્ણાતો કહે છે. જોકે, કોઈ પણ ટેરિફ વધારે આગામી વર્ષના અંતમાં કરવામાં આવશે.

ટેલિકોમ કંપનીઓ પહેલેથી જંગી દેવા હેઠળ દબાયેલી છે. ઇકરાના અંદાજ પ્રમાણે 31 માર્ચ, 2022ના રોજ ટેલિકોમ ઉદ્યોગ પર કુલ દેવું રૂ. 4.7 લાખ કરોડ હશે. ત્યાર બાદ 31 માર્ચ 2023 સુધીમાં તે ઘટીને 4.5 લાખ કરોડ થશે. સમગ્ર ભારતમાં 5G સેવા શરૂ કરવા માટે સ્પેક્ટ્રમના ભાવ વાજબી રાખવામાં આવે તેવી ટેલિકોમ કંપનીઓની માંગણી છે.

તમામ ટેલિકોમ કંપનીઓએ તાજેતરમાં મોબાઈલ ટેરિફમાં 20થી 25 ટકાનો વધારો કર્યો છે. એરટેલે જણાવ્યું કે તેની એવરેજ રેવન્યુ પર યુઝર રૂ. 200 હોવી જોઈએ અને પછી નાણાકીય રીતે તંદુરસ્ત બિઝનેસ મોડલ બનાવવું હોય તો ARPU વધારીને 300 રૂપિયા સુધી લઈ જવી પડે.

હાલમાં ત્રણેય મોટી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા 5G ટ્રાયલ્સ કરી રહી છે. અત્યારે અમદાવાદ, ચેન્નાઈ, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, હૈદરાબાદ, પૂણે સહિતના શહેરોમાં 5Gનું ટેસ્ટિંગ ચાલુ છે.

ફિચ રેટિંગ્સ ખાતે કોર્પોરેટ્સના સિનિયર ડિરેક્ટર નિતિન સોનીએ જણાવ્યું કે, તાજેતરમાં થયેલો ભાવ વધારો ઇન્ડસ્ટ્રી માટે ઘણો પોઝિટિવ છે. એરટેલ અને જિયો પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અને ક્ષમતા છે જ્યારે વોડાફોન આઇડિયા માટે આટલો વધારો પૂરતો નહીં હોય.

સોનીના માનવા પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ઓક્શન અંગે સ્પષ્ટતા થાય ત્યાર પછી ફરી એક વખત ટેરિફ વધારવાનું વિચારવું જોઈએ.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link