mobile subscribers: ગુજરાતમાં 13.6 લાખ મોબાઈલ સબ્સ્ક્રાઈબર ઘટ્યા, કોરોનાની બીજી લહેર જવાબદાર – in gujarat drastic decline in mobile subscribers in september

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ સ્બ્સ્ક્રાઈબર ઘટીને 6.8 કરોડ થયા
  • બિલની ચૂકવણી તેમજ કનેક્શન રિચાર્જ ન કરવાનાના કારણે ઘટ્યા સબ્સ્ક્રાઈબર
  • રિલાયન્સ જિઓએ સપ્ટેમ્બરમાં 10.98 લાખ જેટલા કનેક્શન ગુમાવ્યા હતા

નિયતિ પરીખ, અમદાવાદઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સમાં 13.6 લાખ જેટલો ધરખમ ઘટાડો થયો હતો. રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાતમાં ઓગસ્ટમાં કુલ મોબાઈલ સબ્સ્ક્રાઈબર 7 કરોડ હતા જે સપ્ટેમ્બરમાં ઘટીને 6.8 કરોડ થયા હતા.

તમામ મોટી ટેલિકોમ કંપનીઓમાં સપ્ટેમ્બરમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ કોરોના મહામારીની બીજી લહેર આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડા માટે કારણભૂત ગણાવી હતી. જેના કારણે મોબાઈલ કનેક્શન રદ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ થયા નહોતા. સતત બિલની ન ચૂકવણી કરવાની અથવા કનેક્શન રિચાર્જ ન કરવાની અસર બે-ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં જોવા મળી હતી, જ્યારે કનેક્શન ઈનએક્ટિવ થયા હતા.

અનેક દેશોમાં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, કેન્દ્રએ રાજ્યોને કર્યા એલર્ટ
‘બીજી લહેર દરમિયાન, ઘણા લોકો, ખાસ કરીને પિરામિડમાં નીચે આવનારા તેમના કનેક્શન રિચાર્જ કરવામાં અથવા તેમના મોબાઈલ બિલ નિયમિતપણે ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. પૈસા ચૂકવ્યા વિના અથવા રિચાર્જ કર્યા વિના કનેક્શન બે મહિના સુધી નિષ્ક્રિય રહ્યા બાદ, મોબાઈલ કનેક્શનની સંખ્યા ઘટી ગઈ હતી. તેની અસર સપ્ટેમ્બરમાં જોવા મળી હતી’, તેમ સૂત્રોએ કહ્યું હતું.

રિલાયન્સ જિયો, કે જે વર્તમાનમાં ગુજરાતમાં સૌથી વધારે સબ્સ્ક્રાઈબર ધરાવે છે તેમણે 10.98 લાખ જેટલા કનેક્શન ગુમાવ્યા હતા, જ્યારે Viએ 1.48 લાખ સબ્સ્ક્રાઈબર, એરટેલે 1.24 સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા હતા. રાજ્યની માલિકીની ટેલિકોમ કંપની બીએસએનએલ, જે સતત સબ્સ્ક્રાઈબર ગુમાવી રહી હતી, તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં કેટલાક નવા સબ્સ્ક્રાઈબર મેળવ્યા હતા.

2022ની શરુઆત સાથે કોરોનાની નવી લહેરની ચિંતાનો પણ અંત આવી જશે?
સમગ્ર ભારતમાં પણ આ જ ટ્રેકન્ડ જોવા મળ્યો, જેમાં મોટાભાગની કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. TRAIના ડેટા પ્રમાણે, દેશભરના ગ્રામીણ મોબાઈલ સબ્સ્ક્રાઈબરની સરખામણીમાં શહેરી સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી.

સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ઘટાડો થવાની સાથે, ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62 ટકાથી ઘટીને 97.6 ટકા થઈ ગઈ હતી. આ વર્ષના જુલાઈ મહિનામાં ટેલિ-ડેન્સિટી 100.17 ટકાને સ્પર્શી ગઈ હતી, જે ફરી એકવાર ઘટતા સબ્સ્ક્રાઈબર સાથે ઘટવા લાગી હતી.

હકીકતમાં, TRAIના ડેટા પ્રમાણે, ગુજરાતમાં જૂનમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબરે 7 કરોડનો આંકડો પાર કર્યો હતો. તેનો અર્થ એ થયો કે, રાજ્યમાં સબ્સ્ક્રાઈબરમાં વધારો થયાના માંડ બે મહિના પછી, મોબાઈલ કનેક્શન રદ થવા લાગ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *