[ad_1]
હાઈલાઈટ્સ:
- પેટીએમના ધબડકા બાદ પેમેન્ટ કંપની મોબિક્વિકે તેના આઈપીઓની યોજના પાછી ઠેલી દીધી છે
- મોબિક્વિકને આઈપીઓ લાવવા માટે ઓક્ટોબરમાં જ મંજૂરી મળી ગઈ હતી
- પેટીએમ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હતો પરંતુ તેની વેલ્યુએશનને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી
બજાજ ફાઈનાન્સના સહકારવાળી મોબિક્વિક હાલમાં આઈપીઓ નહીં લાવે. કંપનીના ફાઉન્ડર અને સીઈઓ બિપીન પ્રીત સિંહે જણાવ્યું હતું કે, જ્યારે અમને લાગશે કે અમે સફળ આઈપીઓ લાવી શકીશું ત્યારે જ અમે તેમ કરીશું. તેમણે તે પણ કહ્યું હતું કે ઓક્ટોબરમાં તેને આઈપીઓ લાવવાની મંજૂરી મળી હતી તેથી તેમની પાસે એક વર્ષનો સમય છે.
નોંધનીય છે કે પેટીએમનું લિસ્ટિંગ ઘણું જ કંગાળ રહ્યું હતું. તેની ઈસ્યુ પ્રાઈઝ 2,150 રૂપિયા પ્રિત શેર હતી. લિસ્ટિંગ અને તેના બીજા દિવસે તેના શેરમાં મોટું ધોવાણ થયું હતું. જોકે, મંગળવારે તેના શેરમાં 130 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તેમ છતાં તે હજી તેની ઈસ્યુ પ્રાઈઝથી ઘણો ઓછો છે. મંગળવારે એનએસઈ પર પેટીએમના શેરનો ભાવ 1,489 રૂપિયા પર બંધ થયો હતો.
પેટીએમ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હતો પરંતુ તેની વેલ્યુએશનને લઈને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી. પેટીએમ કંપની હજી સુધી ક્યારેય નફામાં આવી શકી નથી. આ ઉપરાંત તેના બિઝનેસ મોડલને જોતા નજીકના ભવિષ્યમાં તે નફો કરશે કે કેમ તેને લઈને પણ નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આમ પેટીએમના શેરમાં રોકાણ કરનારાઓને હાલ તો રોવાનો વારો આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ આઈપીઓ નવા રોકાણકારો માટે એક મોટો બોધપાઠ છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે પેટીએમના ધબડકાની સૌથી મોટી અસર મોબિક્વિક પર જોવા મળી શકે છે કેમ કે તે પેટીએમની હરીફ કંપની છે. પેમેન્ટ સેગ્મેન્ટમાં તેની સીધી ટક્કર પેટીએમ સાથે પણ છે. તેથી તેના આઈપીઓને પણ અસર થઈ શકે છે.
[ad_2]
Source link
Leave a Reply