[ad_1]
હાઈલાઈટ્સ:
- મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, ક્રિસમસ પર મંત્રાલયે મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યાં
- મમતાના દાવા વિરુદ્ધ સંસ્થાએ કહ્યું કે, અમારા કોઈ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા નથી, તમામ ઓપરેશનલ છે
- ગૃહ મંત્રાલયે પણ કહ્યું કે, કોઈ ખાતા ફ્રીઝ કરાયા નથી, ભાજપે કહ્યું- મમતા માફી માગે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું એ સાંભળીને સ્તબ્ધ છું કે, ક્રિસમસ પર કેન્દ્રીય મંત્રાલયે ભારતમાં મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના તમામ બેંક ખાતાઓને ફ્રીઝ કરી દીધા છે. તેઓનાં 22 હજાર દર્દીઓ અને કર્મચારીઓને દવાઓ અને ખોરાક વગર છોડી દેવામાં આવ્યા છે. કાયદો સર્વોપરિ છે, પણ માનવીય પ્રયાસો સાથે સમજૂતી કરી શકાતી નથી.
મમતા બેનર્જીની ટ્વીટ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ગૃહ મંત્રાલય દ્વારા પણ તાબડતોડ આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જે બાદ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સંસ્થાના કોઈપણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા નથી. સંસ્થા તરફથી સામેથી એસબીઆઈને પોતાના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની વિનંતી કરવામાં આવી હતી. જો કે, આ ઉપરાંત ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, પાત્રતાની શરતોને પૂરા ન કરવાને કારણે સંસ્થાના એફસીઆરએ રિન્યુઅલની અરજીને ફગાવી દેવામાં આવી હતી.
જો કે, આ સમગ્ર મામલે ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રીને માફી માગવી જોઈએ, તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ખોટા સમાચાર પ્રકાશિત કર્યાં. ગૃહ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે. આ ખુબ જ નીમ્ન કક્ષાની રાજનીતિ છે.
[ad_2]
Source link
Leave a Reply