[ad_1]
હાઈલાઈટ્સ:
- ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝને રેકોર્ડ બ્રેક તેજીનો ફાયદો થયો
- માઇનિંગ કંપનીઓ, સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમ ઉત્પાદકો 2021માં સ્પોટલાઈટ હેઠળ આવ્યા
- છેલ્લા કેટલાક સમયથી આ સેક્ટરમાં પ્રોફીટ બૂકિંગ જોવા મળ્યું છે, ભાવ થોડા નરમ થયા છે
નિફ્ટી મેટલ સેક્ટર ચાલુ વર્ષમાં સૌથી વધુ 70 ટકા ઊંચકાયો હતો. તેને ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ જેવા સેક્ટરની રેકોર્ડ બ્રેક તેજીનો ફાયદો થયો હતો.
માઇનિંગ કંપનીઓ અને મેટલ કોમોડિટી જેવી કે સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમ ઉત્પાદકો 2021માં સ્પોટલાઈટ હેઠળ આવ્યા હતા. આર્થિક રિકવરીમાં સુધારા વખતે આ શેર વધ્યા હતા. કોમોડિટીના ભાવો વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા એટલે કે મેટલ કંપનીઓ માટે રેવન્યુ વધી હતી.
જોકે, છેલ્લા કેટલાક સમયથી આ સેક્ટરમાં અમુક અંશે પ્રોફીટ બૂકિંગ જોવા મળ્યું છે અને ભાવ થોડા નરમ થયા છે. એનાલિસ્ટ્સ કહે છે કે સ્થાનિક માંગ ઘટી હોવા છતાં તેઓ સ્ટોકના દેખાવ અંગે આશાવાદ ધરાવે છે. ખાસ કરીને ચીનમાં ડિમાન્ડ વધવાના કારણે મેટલ શેરોમાં વધુ તેજી શક્ય છે.
એડલવાઈઝ ફાઇનાન્શિયલ્સના અમિત દિક્ષીત જણાવે છે કે, “આયર્ન ઓર અને કોકિંગ કોલના ઊંચા ભાવ ગ્લોબલ ભાવને ટેકો આપશે. ખાસ કરીને ફાર ઇસ્ટમાં ભાવોને ટેકો મળશે. સ્ટોકના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ચીનમાં સુધરતી માંગ અને આકર્ષક વેલ્યૂએશન સપોર્ટ પૂરો પાડશે.”
2021 દરમિયાન સેક્ટરોનો દેખાવ
નિફ્ટી રિયલ્ટી પણ એક પટકાયેલું સેક્ટર છે. તેમાં ઘણી કંપનીઓમાં ઇનસોલ્વન્સીની સ્થિતિ સર્જાઈ છે અને પ્રોજેક્ટ અધુરા રહી ગયા છે. આ દરમિયાન રહેણાક પ્રોપર્ટીની માંગમાં વધારો થયો હતો. નીચા વ્યાજદરના કારણે સેક્ટરને ફાયદો થયો છે. ગયા વર્ષમાં આ ઇન્ડેક્સ 54 ટકા વધ્યો હતો.
એનાલિસ્ટ્સ માને છે કે આ સેક્ટર આઉટપરફોર્મ કરવાનું જારી રાખશે કારણ કે વ્યાજના દર થોડા સમય માટે નીચા રહેવાના છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં આવાસની માંગમાં વધારો થયો છે.
એન્જલ વનના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ યશ ગુપ્તાએ જણાવ્યું કે, લાંબા ગાળે રિયલ એસ્ટેટ સેક્ટર સારો દેખાવ કરશે તેમ લાગે છે. લિસ્ટેડ કંપનીઓ નવા લોન્ચ સાથે તેમના બજાર હિસ્સામાં સતત વધારો કરી રહી છે. આઇટી સેક્ટરમાં નવી ભરતીના કારણે સાઉથ ઇન્ડિયાના રિયલ્ટી માર્કેટનો દેખાવ સુધરશે.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link
Leave a Reply