married woman complaint against in laws: પતિ કહેતો તારો વીડિયો વાયરલ કરી દઈશ અને સાસુએ કહ્યું હનીમૂનમાં તો અમેય ફરવા આવીશું – married woman in vadodara complaint against in laws in husband for harassments about dowry

[ad_1]

હાઈલાઈટ્સ:

  • લગ્નના પહેલા જ દિવસે પરિણીતાને થયો ખૂબ વરવો અનુભવ, સુખી જીવનના સ્વપના ચકનાચૂર થયા.
  • સાસુ કહેતા ક્યારે શરીરસુખ માણવું અને ક્યારે નહીં, તો દિયર નાઈટ કેવી રહી પૂછીને મજાક કરતો હતો.
  • અંતે પરિણીતા કંટાળીને પિતાના ઘરે જતી રહી હતી તો પતિ કહેતો કે જો કંઈ પણ કરીશ તો તારા વીડિયો વાયરલ કરી દઈશ.

શહેરના વાઘોડિયા રોડ પર પિયરમાં રહેતી પરણિતાને લગ્નના એક વર્ષના ગાળામાં જ સાસરિયાઓએ અમાનુષી અત્યાચાર ગુજારી ને કાઢી મુકતા તેણે પતિ સાસુ તેમજ અન્ય સાસરીયા સહિત નવ જણાં સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. સાસુ પરણીતા પાસે પુત્ર પ્રાપ્તિ માટે દબાણ કરતા હતા અને કહેતા હતા કે પુત્ર જન્મે તો તેને મારી દીકરીને આપી દેવો પડશે. તેમજ પતિએ પરણીતાને એમ પણ કહ્યું હતું કે આપણી અંગત પળોનો વિડિયો મારી પાસે છે તે વાયરલ કરી દઈશ. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ સહીત 9 લોકો વિરુદ્ધ દહેજધારા અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

41 વર્ષે દુષ્કર્મનો કેસ કોર્ટમાં ચાલ્યો પીડિતાએ કહ્યું ‘કેસ બંધ કરો હું જીવનમાં આગળ વધી ચૂકી છું.’
શહેરના વાઘોડિયા રોડ પર રહેતી પરિણીતાના ગત વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં ગોધરાના જયદીપ સંજયભાઈ ભાટિયા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ શરૂઆતથી જ પરણીતાને સાસરીયાના વરવા અનુભવો થવા માંડ્યા હતા. લગ્નના દિવસે વરસાદમાં હું પલળી ગઈ ત્યારે મારે નણંદે મને ચક્કર આવતા હોવાની વાત ફેલાવી હતી. ત્યારબાદ સાસરીમાં ગયા પછી વીટી શોધવાની રસમ બાદ પણ તમામ લોકો જમવા બેઠા ત્યારે મને કોઈએ જમવાનું પૂછ્યું નહોતું.

શનિદેવ કરશે રાશિ પરિવર્તન, 3 રાશિ માટે શુભ જ્યારે 4 રાશિ માટે સમસ્યાઓ લઈ આવશે ઢૈય્યા
આટલું જ નહીં સાસુ પરણીતાને કહેતી હતી કે હનીમૂન કરવા જવું હશે તો અમને પણ સાથે લઇ જવા પડશે. આ ઉપરાંત સાસરિયાઓ પરણીતાને ફકીર ના ઘરની છે, તેમ કહી મેણાં મારતા હતા. એકવાર પરણીતાને રૂમમાં પૂરી દેવામાં આવી હતી. ત્યારે તે રડતી હતી ત્યારે પતિએ તું સ્ત્રી છે, અવાજ નીચો રાખીને રડ.. તેમ કહી ઓશીકા થી મોઢું દબાવી દીધું હતું. પતિએ પરણીતાને એમ પણ કહ્યું હતું કે આપણી અંગત પળોનો વિડિયો મારી પાસે છે તે વાયરલ કરી દઈશ.
મંગળ અને કેતુનો ગજબ સંયોગ, આ 15 દિવસ દરેક રાશિના જીવનમાં થશે મોટી ઉથલપ-પાથલ
આ ઉપરાંત સાસુ પરણીતા પાસે પુત્ર પ્રાપ્તિ માટે દબાણ કરતા હતા અને કહેતા હતા કે પુત્ર જન્મે તો તેને મારી દીકરીને આપી દેવો પડશે. પતિ અને સાસરીયા છૂટાછેડા આપવા માટે પણ દબાણ કરતા હતા. પરિણીતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ સહીત 9 લોકો વિરુદ્ધ દહેજધારા અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *