market analysis: Bajaj Finance કે HDFC બેંક? કયો શેર આપી શકે છે વધારે સારું વળતર? – bajaj-finance-not-in-value-zone-hdfc-bank-to-make-fastest-comeback

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બજાજ ફાઇનાન્સ હવે માર્કેટ લિંક્ડ સ્ટોક બની ગયો છે તેથી બજારની વધઘટને અનુસરે છે
  • રિટેલ અને ટ્રેડર્સ તથા HNI માટે બજાજ ફાઇનાન્સ ફેવરિટ શેર છે
  • HDFC જૂથમાં HDFC બેન્કનો શેર જ વધારે મજબૂત બનીને ઉભરી આવશે

ભારતીય માર્કેટમાં અત્યારે કરેક્શનની સ્થિતિ છે ત્યારે માર્કેટ એનાલિસ્ટ સંદીપ સભરવાલે કેટલીક મહત્ત્વની વાત કરી છે.

બજાજ ફાઇનાન્સ અને HDFC બેન્કના શેર વિશે વાત કરતા તેમણે કહ્યું કે બજાજ ફાઇનાન્સ હવે માર્કેટ લિંક્ડ સ્ટોક બની ગયો છે. એક સમય હતો જ્યારે બજાર ગમે તે દિશામાં ચાલતું હોય, બજાજ ફાઇનાન્સનો શેર વધતો જ જતો હતો.

હવે બજાજ ફાઇનાન્સ એક બીટા શેર બન્યો છે. તેથી એકંદરે બજાર કેવો દેખાવ કરે છે તેના પર આ શેરની ચાલનો આધાર રહેશે. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ અન્ય લાર્જકેપ બેન્ક શેરોની તુલનામાં તે વેલ્યૂ ઝોનમાં ન હતો.

તેમણે કહ્યું કે બજાજ ફાઈનાન્સ તૂટ્યો છે, પરંતુ જે મોટી બેન્કો સાથે તેની તુલના કરવામાં આવે છે તે HDFC બેન્ક, કોટક બેન્ક વગેરેમાં પણ 15 ટકા જેટલો ઘટાડો થયો છે. HDFC બેન્કમાં ઘટાડો ઓછો હશે, પરંતુ કોટકમાં તે 15થી 20 ટકા જેટલો હશે. એક્સિસ બેન્કમાં તેના કરતા પણ વધુ ઘટાડો છે. ફાઇનાન્શિયલ સેક્ટરમાં દરેક જગ્યાએ ઘટાડો ચાલે છે. બજાજ ફાઇનાન્સે થોડા સમય સુધી પોતાની સ્થિતિ જાળવી રાખી હતી, પરંતુ પછી આખરે તેમાં ઘટાડો થયો હતો.

બજાજ ફાઇનાન્સ એ રિટેલ અને ટ્રેડર્સ તથા HNIનો ફેવરિટ શેર છે. તે હજુ સારો દેખાવ કરશે. પરંતુ આ ભાવે પણ તેમાં વેલ્યૂ નથી મળતું.

તેમણે કહ્યું કે મારા માનવા પ્રમાણે બજાજ ફાઇનાન્સ અત્યારે એવા તબક્કે છે જ્યાં થોડા વર્ષો અગાઉ HDFC જૂથની ઘણી કંપનીઓ હતી. તેના માટે મોટા ભાગની પોઝિટિવ બાબતો પહેલેથી ફેક્ટર ઇન થઈ ગઈ છે. તેમણે બે વર્ષ એવા જોયા છે જેમાં શેરમાં એટલો બધો વધારો નથી થયો. બજાજ ફાઇનાન્સના શેરમાં તેનું ઊંચું વેલ્યુએશન આગામી વર્ષોમાં એડજસ્ટ થશે તેમ લાગે છે.

હાલની પરિસ્થિતિને જોતા HDFC જૂથની કઇ કંપની સૌથી સારો દેખાવ કરશે, તે વિશે પૂછવામાં આવતા સભરવાલે જણાવ્યું કે HDFC બેન્કનો શેર જ વધારે મજબૂત બનીને ઉભરી આવશે. એએમસી સ્ટોક્સ માટે હું એટલો બધો આશાવાદી નથી. તેઓ પોતાનો બજાર હિસ્સો સતત ગુમાવી રહ્યા છે.

સ્મોલ અને મિડકેપમાં 10થી 15 ટકા કરેક્શન આવ્યું છે. ઇન્ડેક્સ પણ કરેક્ટ થયો છે. તે વિશે તેમણે કહ્યું કે મોટા ભાગે જે કરેક્શન આવ્યું છે તે આઉટફ્લો વગરનું છે. એટલે કે સ્થાનિક અને રિટેલ રોકાણકારો હજુ પણ બજારમાં હાજર છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *