[ad_1]
હાઈલાઈટ્સ:
- અહમદનગરની એક શાળાના કુલ 48 વિદ્યાર્થીઓ અને 3 કર્મચારી પોઝિટિવ
- કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ સામેલ છે
- કોરોનાની ગત લહેરમાં મહારાષ્ટ્રમાં ગંભીર સ્થિતિએ જન્મ લીધો હતો
દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર ફરી એકવાર મહામારીની ઝપેટમાં આવતું જોવા મળી રહ્યું છે. અહીં ઓમિક્રોનના સૌથી વધુ કેસ સામે આવ્યા છે, એની સાથે-સાથે કોરોના સંક્રમણના દર્દીઓ પણ દૈનિક સ્તરે વધી રહ્યા છે. હાલમાં જ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની એક શાળામાંથી અત્યાર સુધી કુલ 48 વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓ પોઝિટિવ થયાનું સામે આવ્યું છે. જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ શનિવારે અહીંના 18 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું, જે પછી અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાવતાં કુલ આંકડો વધ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના દૈનિક કોરોના કેસની વાત કરીએ તો શનિવારે કુલ 1485 નવા કેસ સામે આવ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. આ દરમિયાન ઔરંગાબાદથી પણ ઓમિક્રોનના બે નવા કેસ સામે આવ્યા છે. જે પછી રાજ્યમાં ઓમિક્રોનના કુલ દર્દી વધીને 110એ થયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના મહામારીની શરૂઆતથી જ મહારાષ્ટ્ર રાજ્ય એની ઝપેટમાં આવી ગયું હતું. પ્રમુખ શહેરોમાં સામેલ મુંબઇથી માંડીને રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ પેદા થઇ હતી. એવામાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલા ઉદ્ધવ ઠાકરે અને એમની સરકાર માટે આ સ્થિતિ સામે લડવુ મશ્કેલ ભર્યુ નજર આવતું હતું. મહામારીની શરૂઆત બાદ ઘણા લાંબા સમયે મહારાષ્ટ્રમાં મહામારી પર અંકુશ મેળવવામાં સફળતા મળી હતી, પરંતુ દિવાળી અને અન્ય તહેવારો બાદથી મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. અહીં સુધી દક્ષિણ આફ્રિકામાં શોધાયેલા નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
એવામાં ગુજરાત માટે પણ ગંભીર સંકેત છે કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત પાડોશી રાજ્યો છે, જેમની વચ્ચે પર્યટનથી માંડીને ઉદ્યોગ વ્યવહારો મોટા પ્રમાણમાં વિકસ્યા છે. બહુ મોટો ગુજરાતી વર્ગ છે જે મુંબઇમાં સ્થાયી થયો છે. એવામાં ગુજરાતમાં પણ ઓમિક્રોન સંક્રમણનો ફેલાવો ઝડપથી થવાની આશંકા છે.
[ad_2]
Source link
Leave a Reply