[ad_1]
હાઈલાઈટ્સ:
- મદ્રાસ હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી દરમિયાન વકીલે મહિલા સાથે કરી અશ્લીલ હરકત
- વકીલને યાદ જ ન રહ્યું કે, કેમેરો ચાલુ છે, લોકોએ સુનાવણીનો વિડીયો રેકોર્ડ કરી વાયરલ કર્યો
- વકીલની અભદ્ર હરકતથી કોર્ટે ખફા, બાર કાઉન્સિલે વકીલ પર લગાવ્યો પ્રતિબંધ
સમગ્ર ઘટના સામે આવ્યા બાદ બાર કાઉન્સિલ ઓફ તમિલનાડુ અને પુડુચેરી દ્વારા વકીલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આરોપી વકીલનું નામ સાંતના ક્રિષ્નન હોવાનું સામે આવ્યું છે. આ મામલે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા બાર કાઉન્સિલને પણ આકરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. આ ઉપરાંત મદ્રાસ હાઈકોર્ટના જજ પી.એન. પ્રકાશ અને આર. હેમલતા દ્વારા વકીલ સુઓ મોટો અરજી કરવામાં આવી છે. અને સીબી-સીઆઈડીની પોલીસ શાખાને આ મામલે ગુનો દાખલ કરીને તપાસ કરવાના આદેશ આપ્યા છે અને 23 ડિસેમ્બર સુધી રિપોર્ટ ફાઈલ કરવા માટે પણ જણાવ્યું છે.
આ ઉપરાંત જજ દ્વારા તમિલનાડુ બાર કાઉન્સિલને પગલાં ભરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. જે બાદ વકીલ સાંતના ક્રિષ્નની પ્રેક્ટિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સોમવારની છે. જ્યારે હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી દરમિયાન વકીલ પાસે ઉભેલી મહિલા સાથે અભદ્ર હરકત કરતો હતો. જેનો વિડીયો ગત રોજ વાયરલ થઈ ગયો હતો.
કોરોના મહામારીને કારણે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી ચાલી રહી છે, અને આ સમગ્ર ઘટના વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન બની હતી. વકીલને જાણ ન રહી કે તેનો કેમેરો ચાલુ છે, અને ઓનલાઈન સુનાવણી દરમિયાન જ તે પાસે ઉભેલી મહિલા સાથે બિભત્સ હરકત કરતો ઝડપાઈ ગયો હતો. અને કોર્ટ સુનાવણી દરમિયાન આ પ્રકારની ઘટનાનો વિડીયો અમુક લોકોએ રેકોર્ડ કરી દીધો હતો અને બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, કોર્ટ આ મામલે મૂકદર્શક બનીને બેસી રહે નહીં અને કોર્ટની સુનાવણી દરમિયાન આ પ્રકારની અભદ્રતા સામે આંખ બંધ કરી શકે નહીં. આ સાથે કોર્ટે પોલીસ કમિશનરને સોશિયલ મીડિયામાં વિડીયોને વાયરલ થતો અટકાવવા માટે પગલાં ભરવા માટે પણ આદેશ આપ્યા છે. આ ઉપરાંત આ ઘટનાથી ખફા થયેલ કોર્ટે ફરીથી ઓફલાઈન મોડમાં સુનાવણી હાથ ધરવાનો વિચાર આવી ગયો છે તેમ પણ જણાવ્યું હતું. જો કે, જજે કહ્યું કે, આ મામલો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે ઉઠાવવામાં આવશે અને તેઓ આ અંગે નિર્ણય કરશે.
[ad_2]
Source link
Leave a Reply