madhavpura police: બપોરે જમીને ઊંઘી જતી મહિલા પર પતિએ ગુજાર્યો ત્રાસ, માર મારીને કાઢી મૂકી – ahmedabad husband and in laws abandoned woman for taking siesta

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બપોરે જમ્યા બાદ ઊંઘવા બદલ પરિવારના સભ્યોએ પરિણીતાને માર માર્યો
  • દીકરાને બદલે દીકરીને જન્મ આપતાં પણ મહિલા પર વરસ્યા હતા સાસરિયાં
  • ફેબ્રુઆરી મહિનામાં પતિએ તરછોડી દીધા બાદ મહિલાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ વર્ષ 2016માં મહેસાણાના કડીના એક વ્યક્તિ સાથે લગ્ન કરનારી શાહીબાગની મહિલાએ રવિવાકે માધવપુરા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે બપોરે જમ્યા બાદ ઊંઘવા બદલ પરિવારના સભ્યોએ માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

પત્નીએ સિઝેરિયન ડિલિવરીથી બાળકને આપ્યો જન્મ, પતિએ ઝઘડો કરીને તરછોડી દીધી
મહિલાએ જણાવ્યું હતું કે, 17 જુલાઈ, 2016ના રોજ તેના લગ્ન થયા હતા અને બાદમાં તે કડીમાં સાસરિયાં સાથે રહેવા લાગી હતી. તેણે કહ્યું હતું કે, તેને બપોરે જમ્યા બાદ ઊંઘવાની આદત હતી, જે તેના પતિ તેમજ સાસરિયાંને પસંદ નહોતી.

‘શરૂઆતથી જ તેઓ બપોર પછી મારી ઊંઘવાની ટેવનો વિરોધ કરતા હતા. હું સવારમાં વહેલી ઉઠતી હોવાથી, બપોર પછી હું મારી જાતને જાગૃત રાખી શકતી નહોતી’, તેમ તેણે કહ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, તેના પતિ અને સાસરિયાંઓએ તેને જમ્યા બાદ ઊંઘવા માટે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું અને બાદમાં માર મારવા પણ લાગ્યા હતા.

નવસારીઃ વિધર્મી યુવકે નામ બદલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ભાંડો ફૂટતા ઘરમાં ઘૂસી આચર્યુ કુકર્મ
જ્યારે પતિએ તેને પહેલીવાર માર માર્યો ત્યારે તેણે કડી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાદમાં તેમની વચ્ચે સમાધાન થયું હતું અને ફરીથી તે તેની સાથે રહેવા લાગી હતી. મહિલાએ કહ્યું હતું કે, જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ તેનો પતિ અને સાસરિયાં તેને મદદ કરતા નહોતા. આ સિવાય તેને તેના પિયર મોકલી દીધી હતી.

18 સપ્ટેમ્બર, 2017માં તેણે દીકરીને જન્મ આપ્યો હતો, જે પતિ અને સાસરિયાંને ગમ્યું નહોતું. તેમણે મહિલાનું શોષણ કર્યું હતું અને દીકરાને જન્મ ન આપવા બદલ ફટકારી હતી, તેવો આક્ષેપ મહિલાએ લગાવ્યો હતો.

મહિલાએ કહ્યું હતું કે, 7મી ફેબ્રુઆરીએ તેના પતિએ તેને છોડી દીધી હતી અને સમાજના આગેવાનોની દરમિયાનગીરી બાદ પણ તેણે તેને પરત લઈ જવાની આનાકાની કરી હતી. બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પતિ તેમજ સાસરિયાં સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *