[ad_1]
ફિઝિકલ ટેસ્ટમાં પુરુષ ઉમેદવારોએ પાંચ કિલોમીટરની દોડ ઓછામાં ઓછી 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલાઓએ 1600 મીટરની દોડ વધુમાં વધુ સાડા નવ મિનિટમાં જ્યારે એક્સ સર્વિસ મેને 2400 મીટરની દોડ 12.30 મિનિટમાં પૂરી કરવાની રહેશે. જે પુરુષ ઉમેદવાર 20 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરે તેને પૂરા 25 માર્ક્સ મળશે. જ્યારે 20 મિનિટ કરતા વધુ અને 20.30 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરનારને 24 માર્ક્સ, 20.30 મિનિટથી વધુ અને 21 મિનિટથી ઓછા સમય માટે 23 માર્ક્સ, 21 મિનિટથી વધુ, 21.30 મિનિટ કે તેનાથી ઓછા સમય માટે 22 માર્ક્સ મળશે. જે ઉમેદવાર 24 મિનિટથી વધુ અને 25 મિનિટથી ઓછો સમય લેશે તેમને 10 માર્ક્સ મળશે, જ્યારે 25 મિનિટથી વધુ સમય લેનારાને નાપાસ જાહેર કરાશે.
મહિલા કેટેગરીમાં જોઈએ તો, 7 મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવારને પૂરા 25 માર્ક્સ, 7થી વધુ અને 7.30થી ઓછા સમય માટે 23, 7.30થી વધુ અને 8 મિનિટથી ઓછા સમય માટે 21, 8 મિનિટથી વધુ અને 8.30 મિનિટ માટે 18 માર્ક્સ, 8.30 મિનિટથી વધુ અને 9 મિનિટથી ઓછો સમય હોય તો 15 માર્ક્સ જ્યારે 9 મિનિટથી વધુ અને 9.30 મિનિટથી ઓછા સમય માટે 10 માર્ક્સ મળશે. તેનાથી વધુ સમય લેનારા ઉમેદવાર નાપાસ ગણાશે.
જે ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થશે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. 100 માર્ક્સની આ પરીક્ષા ઓબ્જેક્ટિવ રહેશે, જેના માટે બે કલાકનો સમય અપાશે. પરીક્ષામાં જનરલ નોલેજ, કમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, સાયન્સ, બંધારણ, આઈપીસી જેવા મુદ્દા પર પ્રશ્નો પૂછવામાં આવશે. જો ઉમેદવારને જવાબ ના આવડતો હોય તો તે ‘નોટ અટેમ્પ્ટેડ’ ઓપ્શન સિલેક્ટ કરી નેગેટિવ માર્કિંગથી બચી શકે છે. દરેક સાચા જવાબ માટે 1 માર્ક જ્યારે ખોટા જવાબ બદલ 0.25 નેગેટિવ માર્ક રહેશે. જો કોઈ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય તો પણ 0.25 નેગેટિવ માર્ક ગણાશે. પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવા જરુરી છે.
ફાઈનલ મેરિટમાં ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા સિવાય સ્પોર્ટ્સ, એનસીસી, રક્ષા શક્તિ યુનિ.ના સર્ટિ.ના ગુણ ઉમેરવામાં આવશે, અને તેના આધારે મેરિટ તૈયાર થશે. મેરિટના આધારે ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે, અને તેના આધારે અંતિમ પસંદગી જાહેર કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોએ પાંચ વર્ષ કરાર આધારિત નોકરી કરવાની રહેશે, અને સેવા સંતોષકારક રીતે પૂર્ણ કરનારને નિયમિત નિમણૂંક અપાશે.
[ad_2]
Source link
Leave a Reply