Low pressure in Arabian sea: વધુ એક લો પ્રેશર સર્જાતાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, નવેમ્બર પૂરો થવામાં ક્યારે જામશે ઠંડી? – one more low pressure in arabian sea rain forecast in saurashtra and south gujarat

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી વગેરે વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે.
  • અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
  • ગત અઠવાડિયાથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ બેવડી ઋતુનો અનુભવ.

અમદાવાદ: આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન બદલાઈ છે અને દરિયા ઉપથી હવા પસાર થઈ રહી છે. જેથી સોમવારથી જ દરિયાકિનારાના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

કોરોના ડેથ સર્ટિફિકેટના ફોર્મ વિતરણની નબળી વ્યવસ્થા, અમદાવાદ કલેક્ટર કચેરીએ લોકોને ધરમધક્કા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને તેના પગલે ગુજરાતના દરિયાકાંઠા સુધી ટ્રોફના પગલે શિયાળામાં ઠંડી પડવાને બદલે માવઠું થઈ રહ્યું છે. સોમવારે પણ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ અને ડાંગમાં 8 મિમિ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભા તાલુકાના લાસા ગામમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

બે દિવસ દરમિયાન અમુક વિસ્તારને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની તેમજ ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાઈ શકે છે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

સમગ્ર રાજ્યમાં ઠંડીની શરૂઆત બાદ ગત અઠવાડિયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. ત્યારથી સતત મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેતાં સવારે ઠંડક વર્તાઈ રહી છે. આમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુના લીધે વૃદ્ધો અને બાળકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.

SCએ કાન આમળતાં ગુજરાત સરકારે કોરોના સહાય આપવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક કરી

વિવિધ વિસ્તારોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, મંગળવારે અમદાવાદમાં 21 ડિગ્રી, અમરેલી 21 ડિગ્રી, વડોદરામાં 22 ડિગ્રી, ભાવનગરમાં 23 ડિગ્રી, ભૂજમાં 19 ડિગ્રી, નલિયામાં 13 ડિગ્રી, દમણમાં 25 ડિગ્રી, ડીસામાં 18 ડિગ્રી, દ્વારકામાં 21 ડિગ્રી, ઓખામાં 24 ડિગ્રી, સુરતમાં 25 ડિગ્રી પોરબંદરમાં 21 ડિગ્રી, રાજકોટમાં 21 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી, વેરાવળમાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *