latent view target price: Latent View Listing: રોકાણકારો થયા માલામાલ, એક જ દિવસમાં દોઢા થયા રુપિયા – bumper listing of latent view analytics share open at 512 rupees level 150 percent higher than offer price

[ad_1]

હાઈલાઈટ્સ:

  • એવરેજ 300 ગણો ઓવરસબસ્ક્રાઈબ્ડ થયો હતો લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ
  • 512 રુપિયાના સ્તરે ખૂલેલો શેર એક તબક્કે 461 રુપિયાની સપાટી પર આવી ફરી રિકવર થયો
  • શેરબજારમાં બે દિવસથી વેચવાલીના જોર વચ્ચે પણ લેટેન્ટ વ્યૂનું ધાર્યા પ્રમાણે બમ્પર લિસ્ટિંગ

અમદાવાદ: પારસ ડિફેન્સથી પણ વધુ સબસ્ક્રાઈબ થયેલા ચર્ચાસ્પદ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનું આજે ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. કંપનીએ પોતાના આઈપીઓમાં 190-197 રુપિયાના ભાવે શેર ઓફર કર્યા હતા. જોકે, તેનું લિસ્ટિંગ 512 રુપિયાના સ્તરે થયું હતું. ટ્રેડિંગ શરુ થતાની સાથે જ તેમાં જોરદાર વોલ્યૂમ જોવા મળ્યું હતું, અને એક તબક્કે શેર 548 રુપિયાના સ્તર પર પહોંચીને 461 રુપિયાના લૉ પર પણ આવી ગયો હતો.

આખરે થોડી અફરાતફરી બાદ તે 495-500 રુપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં સોમવારે જોરદાર કડાકો બોલાયો હતો, અને આજે પણ વેચવાલીનું જોર વધુ જોવા મળી રહ્યું તે સ્થિતિમાં પણ લેટેન્ટ વ્યૂનું લિસ્ટિંગ ધાર્યા પ્રમાણે ધમાકેદાર રહ્યું છે. આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ બનેલા આઈપીઓ પારસ ડિફેન્સ કરતાં પણ લેટેન્ટ વ્યૂનો ઈશ્યૂ વધારે ઓવરસબસ્ક્રાઈબ્ડ થયો હતો. આંકડા પર નજર નાખીએ તો તમામ કેટેગરીમાં સરેરાશ 300 ગણું વધારે સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.

Latent View IPOનો સપાટોઃ Paras Defenceનો પણ રેકોર્ડ તોડ્યો
લેટેન્ટ વ્યૂ બિઝનેસ એનાલિટિક્સ, કન્સલ્ટિંગ સર્વિસિસ, ડેટા એન્જિનિયરિંગ તેમજ ડિજિટલ સોલ્યૂશન ક્ષેત્રમાં કાર્યરત છે. 2021માં ટેક કંપનીઓના આઈપીઓની બોલબાલા રહી છે, ત્યારે લેટેન્ટ વ્યૂ લિસ્ટિંગના દિવસે જ સૌથી વધુ વળતર આપનારા શેર્સમાં સ્થાન પામ્યો છે. આ અગાઉ બહુચર્ચિત બનેલા ઝોમેટોના શેર્સનું પણ પ્રિમિયમમાં લિસ્ટિંગ થયું હતું. જોકે, અન્ય એક ટેક કંપની પેટીએમનો લિસ્ટિંગમાં જોરદાર ધબડકો થયો હતો.

પ્રોફિટ બુક કરવો કે નહીં?

આમ તો લેટેન્ટ વ્યૂના શેર્સ લાગ્યા હોય તેવા સદનસીબ રોકાણકારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, પરંતુ જેમને આ શેર લાગ્યા છે તેમણે તમામ શેર વેચીને પ્રોફિટ બુક કરી લેવાથી હાલ બચવું જોઈએ. એક્સપર્ટ્સનું માનીએ તો જે રોકાણકારો લોંગ ટર્મ માટે આ શેરમાં ના રહેવા માગતા હોય તેઓ થોડા શેર્સ વેચીને આંશિક પ્રોફિટ બુક કરી શકે છે. કારણકે, લાંબા ગાળે આ શેર્સ વધુ ફાયદો કરાવે તેવી શક્યતા છે. તેવી જ રીતે જે લોકો તેમાં નવી ખરીદી કરવા માગે છે તેમણે શેરની કિંમત સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવી હિતાવહ છે. કંપની જે ક્ષેત્રમાં કાર્યરત છે તેને જોતા તેમાં દરેક ઘટાડે લોંગ ટર્મ વ્યૂ રાખીને શેરની ખરીદી કરી શકાય.

Disclaimer: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ શેર ખરીદવા કે વેચવા માટેની ટિપ્સ આપવાનો નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *