latent view target price: બહુ ગાજેલા Latent Viewના શેરમાં 34%નું કરેક્શન, શું હાલ નવી ખરીદી કરી શકાય? – latent view down by 34 percent from its all time high is this time to invest

[ad_1]

હાઈલાઈટ્સ:

  • IPOમાં 194 રુપિયાના ભાવે ઓફર થયેલો આ શેર 755 રુપિયાની ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો
  • જોકે, એક મહિનાનો લોક-ઈન પીરિયડ પૂરો થતાં મોટા રોકાણકારોની એક્ઝિટ બાદ બોલાયો કડાકો
  • લોંગ ટર્મ માટે સારો કહેવાતો આ શેર ગણતરીના દિવસોમાં 34 ટકા જેટલો તૂટી ચૂક્યો છે

અમદાવાદ: 2021ના સૌથી ધમાકેદાર લિસ્ટિંગ પૈકીના એક એવા Latent View Analyticના શેરમાં તેની ઓલટાઈમ હાઈ સપાટીથી 34 ટકા જેટલો ઘટાડો થઈ ચૂક્યો છે. કંપનીએ આઈપીઓમાં પોતાનો શેર 197 રુપિયાના ભાવે ઓફર કર્યો હતો. જેની સામે બીએસઈ પર તેનું 530 રુપિયાના ભાવે ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું, અને એક જ દિવસમાં જેમને આઈપીઓમા શેર લાગ્યા હતા તેમના રુપિયા દોઢા થઈ ગયા હતા.

Multibagger Stock: L&Tની આ સબસિડરી કંપનીનો શેર તમારા વોચલિસ્ટમાં છે?
જોકે, બમ્પર લિસ્ટિંગ બાદ પણ આ શેરમાં તેજીનું તોફાન અટક્યું નહોતું. બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર, લેટેન્ટ વ્યૂના શેરે 26 નવેમ્બરના રોજ 755 રુપિયાનો પોતાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. જ્યારે તેના ઓલટાઈમ લૉની વાત કરીએ તો તે લિસ્ટિંગના દિવસે જ એટલે કે 23 નવેમ્બરે બન્યો હતો, જે 462 રુપિયા હતો. જોકે, ઓલટાઈમ હાઈ બનાવ્યાના ગણતરીના દિવસોમાં આ શેરમાં સારું એવું કરેક્શન થઈ ચૂક્યું છે.

21 ડિસેમ્બરના કામકાજ પર નજર નાખીએ તો, આ શેર 535 રુપિયાની પાછલી બંધ સપાટી પર જ આજે ખૂલ્યો હતો. જોકે, એક તબક્કે તેણે 551 રુપિયાનો હાઈ બનાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં જોરદાર વેચવાલી જોવાતા આ શેર એક તબક્કે ઘટીને 486.65 રુપિયા પર પહોંચ્યો હતો અને બપોરે 1.50 કલાકે તે 497 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ઉતાર-ચઢાવવાળા માર્કેટ વચ્ચે આ પેની સ્ટોક્સમાં આજે અપર સર્કિટ લાગી

શેરનું લિસ્ટિંગ થયું ત્યારે એક્સપર્ટ્સે ભારે ઉછાળા વચ્ચે પણ આ શેરને લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાની સલાહ આપી હતી. કંપની પાસે ગ્રોથની વિશાળ શક્યતા હોવાના કારણે તેને હોલ્ડ કરવાનું જણાવતા GCL સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલે કહ્યું હતું કે આ શેર ત્રણ વર્ષમાં હાલના સ્તરથી ઓછામાં ડબલ થઈ શકે છે. રિલાયન્સ સિક્યોરિટીના સ્ટ્રેટેજી હેડ બિનોદ મોદીએ પણ આ શેરને લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા માટે જણાવ્યું હતું. જોકે, ટ્રેડિગોના સ્થાપક પાર્થ ન્યાતિએ આ શેરમાં 450 રુપિયાનો સ્ટોપલોસ રાખવાની સલાહ આપી હતી.

Expert’s advice: કયા લાર્જ કેપ શેર્સમાં 10-15% કરેક્શન બાદ ખરીદી કરી શકાય?
પાર્થ ન્યાતિએ થોડા દિવસો પહેલા આ કંપની વિશે પોતાનો મત આપતા કહ્યું હતું કે, હાલ માર્કેટમાં તેની સાથે સરખામણી થઈ શકે તેવી કોઈ લિસ્ટેડ કંપની નથી. જોકે, લેટેન્ટ વ્યૂનું મેનેજમેન્ટ મજબૂત છે, અને ફંડામેન્ટલ્સ પણ સારા દેખાઈ રહ્યા છે. કંપનીનો ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષથી ખાસ નથી રહ્યો, અને આવકમાં ઘટાડાનું જોખમ પણ રહેલું છે. જોકે, તે જે ક્ષેત્રમાં કાર્યરત છે તેનો ગ્રોથ આગામી ત્રણ વર્ષમાં 15-20 CAGR રહેવાની શક્યતા છે, જે કંપનીની આવકમાં વધારો કરી શકે છે.

સ્વસ્તિક ઈન્વેસ્માર્ટના હેડ ઓફ રિસર્ચર સંતોષ મિણાએ પણ આ શેર એક સમયે ઘણો મોંઘો હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમણે પણ લોંગ ટર્મ માટે રોકાણ જાળવી રાખવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. આમ, આ શેર લોંગ ટર્મમાં સારી કમાણી કરાવી શકે છે તેવો એક્સપર્ટ્સે તેના બમ્પર લિસ્ટિંગ વખતે જ મત વ્યક્ત કર્યો હતો. જેને જોતાં જે રોકાણકારો લોંગ ટર્મમાં રોકાણ કરવા માગે છે તેઓ તેમાં ખરીદી કરવા માટે વિચારી શકે છે.

Disclaimer: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે, તેનો હેતુ શેરની લે-વેચ કરવા માટે સલાહ આપવાનો નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *