L & T target price: Stock ideas for 2022: L & Tનો શેર વૉચલિસ્ટમાં રાખવાનું ભૂલશો નહીં – l & t share likely to give 24 percent return in 2022 says brokerage firm emkay global

[ad_1]

હાઈલાઈટ્સ:

  • L&Tના શેરે 1981 રુપિયાના 52 વીકના લૉથી શાનદાર રિકવરી દર્શાવી 1981નો હાઈ બનાવ્યો
  • 2021માં ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શનારો આ શેર 2022માં બનાવી શકે છે નવો હાઈ
  • નવા વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયાલ્ટી કંપનીઓમાં તેજી જોવા મળવાની શક્યતા

કન્સ્ટ્રક્શન કંપની L&Tનો શેર 2022માં 25 ટકા જેટલો વધશે તેવું અનુમાન બ્રોકરેજ ફર્મ Emkay Global દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ શેર 24 ડિસેમ્બરે માર્કેટ બંધ થયું ત્યારે 1859 રુપિયાના સ્તરે બંધ થયો હતો. 2021માં આ શેરમાં શાનદાર રેલી જોવા મળી છે. તેની 52 સપ્તાહની મૂવમેન્ટ પર નજર નાખીએ તો 24 ડિસેમ્બર 2020 રોજ આ શેર 1267 રુપિયાના સ્તરે હતો, જે તેનો 52 વીક લૉ છે. જ્યારે તેનો 52 વીક હાઈ 1981 રુપિયા થાય છે. આમ, 2021માં આ શેરમાં 56.35 ટકા જેટલી તેજી જોવા મળી છે.

આ વર્ષે 50% પ્રોફિટ કમાવી આપનારો Relianceનો શેર 2022માં કેટલી કમાણી કરાવી શકે?
લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રક્શન વર્ક, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ એક્ટિવિટી ઉપરાંત અન્ય ઓપરેટિંગ રેવન્યૂ, અન્ય સર્વિસ, કમિશન, લીઝ રેન્ટલ્સ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટમાંથી આવક પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત, L&T ગ્રુપની અન્ય લિસ્ટેડ કંપનીઓની પણ તે પેરન્ટ કંપની છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના તેના પર્ફોમન્સ પર નજર નાખીએ તો કંપનીએ 35,305 કરોડ રુપિયાની આવક પ્રાપ્ત કરી હતી. જે ગત ક્વાર્ટર કરતા 17.75 ટકા વધારે છે. આ ગાળા દરમિયાન તેણે 2231.33 કરોડ રુપિયાનો આફ્ટર ટેક્સ પ્રોફિટ પણ નોંધાવ્યો હતો.

Data Patterns Listing: ડેટા પેટર્ન્સનો ધમાકેદાર દેખાવઃ 48 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ
બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે, આ શેર 2022માં 2320 રુપિયાની સપાટીને હિટ કરી શકે છે. જો આ અંદાજિત ભાવની સરખામણી રુ. 1859ના પાછલા બંધ સાથે કરવામાં આવે તો આ શેરમાં 24.79 ટકાના વધારાનું અનુમાન છે. 2022માં રિયાલ્ટી, કન્સ્ટ્રક્શન તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તેજીની શક્યતા છે, ત્યારે L&T જેવી દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપનીને તેનો લાભ મળી શકે છે તેવું બ્રોકરેજ ફર્મનું માનવું છે.

પોતાના એનાલિસિસમાં Emkay ગ્લોબલ જણાવે છે કે કંપનીના પર્ફોમન્સને જોતા તેણે એક વર્ષના ગાળા માટેની તેની ટાર્ગેટ પ્રાઈસ 2200 રુપિયાથી વધારીને 2320 રુપિયા કરી છે. કંપનીની આઈટી સબસિડરીઝ હાલ હાઈ વેલ્યૂએશન પર ટ્રેડ કરી રહી છે જેનો તેને ફાયદો મળ્યો છે. FY23/FY24માં કંપનીની શેરદીઠ આવક પણ 3થી 2 ટકા વધવાનું અનુમાન છે. L&Tની શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર નાખીએ તો તેમાં પ્રમોટર્સનો ભાગ 0% છે. જ્યારે FII તેમાં 22.86 ટકા અને DII 33.11 ટકા ભાગ ધરાવે છે.

Disclaimer: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. શેર અંગેના જે-તે અંદાજ બ્રોકરેજ ફર્મ દ્વારા કરવામાં આવ્યા છે, જેની સાથે IamGujarat.comને કોઈ લેવા-દેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *