[ad_1]
હાઈલાઈટ્સ:
- યુકેમાં ડોક્ટર હોવાની ઓળખ આપી સોશિયલ મીડિયા પર ફરિયાદી સાથે બાંધી મિત્રતા
- યુકેના શખ્સે વીડિયો કોલ કરીને અમદાવાદના વ્યક્તિ પાસેથી 75 હજાર રૂપિયા માગ્યા
- વ્યક્તિએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું
વાઘેલાએ જણાવ્યું હતું કે, તેને જુલાઈમાં ડો. કલ્યાણ બોધનની રિક્વેસ્ટ આવી હતી અને પોતાની ઓળખ યુકેના ડોક્ટર તરીકે આપી હતી. તેણે તે લંડનમાં ડેન્ટલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હોવાનું કહ્યું હતું.
અમદાવાદી પત્નીને છોડી કેનેડા ભાગી ગયો પતિ, તેને પરત લાવવાનો પોલીસને અપાયો આદેશ
બંનેએ સોશિયલ મીડિયા પર ચેટ કરવાનું શરૂ કર્યું હતું અને બોધને ભારતીય સંસ્કૃતિ વિશે કેટલીક જાણકારી માગી હતી, જે વાઘેલાએ આપી હતી. આ દરમિયાન બોધને તે ભારતીય કલાકૃતિ, કપડા અને ઘરેણાં ખરીદવા ભારત આવી રહ્યો હોવાનું કહ્યું હતું અને શું વાઘેલા તેને આ માટે મદદ કરશે તેમ પણ પૂછ્યું હતું.
બાદમાં, બોધને વાઘેલાને બ્રિટિશ એરવેની ટિકિટ મોકલી હતી અને કહ્યું હતું કે, તે 4 ઓગસ્ટે દિલ્હી આવી રહ્યો હોવાનું તેમજ 30 ઓગસ્ટે પરત ફરવાનો હોવાની માહિત હતો. 4 ઓગસ્ટે સવારે આશરે 10.30 કલાકે તેને રાઘવેન્દ્ર નામના એક વ્યક્તિને ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી હતી. રાઘવેન્દ્રએ વાઘેલાને કહ્યું હતું કે, બોધન પરવાનગી કરતા વધારે રૂપિયા લઈને ભારત આવ્યો હતો તેમજ વધારે રકમ પર ટેક્સ ચૂકવવો પડ્યો હતો.
દારુ ભરેલી કારથી કચડીને શામળાજી PSIની હત્યા કરનારા બંને આરોપી નિર્દોષ છૂટ્યા
બોધને બાદમાં વાઘેલાને વીડિયો કોલ કરીને મદદ કરવા માટે તેમજ એકવાર તેનો ડિમાન્ડ ડ્રાફ્ટ રોકડ કરાવ્યા બાદ 75 હજાર રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. કસ્ટમ અધિકારીએ ત્યારબાદ તેમને બેંક અકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ અને PAN નંબર આપ્યો હતો, જે તે કસ્ટમ વિભાગનું હોવાનું કહ્યું હતું. વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા હતા, ત્યારે તેમને વધુ રૂપિયાની માગ કરતો ફોન આવ્યો હતો. બાદમાં તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
[ad_2]
Source link
Leave a Reply