[ad_1]
હાઈલાઈટ્સ:
- કેરળના જંગલ વિસ્તાર સાથે જોડાયેલા ગામડાઓના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી
- આ વર્ષે જુલાઇમાં કેરળ હાઇકોર્ટ વન વિસ્તારના ખેડૂતોને જંગલી ડુક્કરોને મારવાની મંજૂરી આપી હતી
- આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની કોઇ અસર થઇ નથી, ખેતીને ભારે નુકસાન કરી રહ્યા છે ડુક્કર
કેરળના વન મંત્રી શશીંદ્રને સોમવારે નવી દિલ્હી ખાતે પર્યાવરણ મંત્રી યાદવની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં વન વિસ્તારમામં સ્થિત ગામડાઓમાં જંગલી ડુક્કરોના વધી રહેલા ઉપદ્રવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, આ વિસ્તારના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ જંગલી ડુક્કરોને હિંસક પ્રાણી જાહેર કરવા માટે અપીલ કરી છે કારણ કે આ પ્રાણીઓ ખેતીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.
કેરળના વન મંત્રીએ પર્યાવરણ મંત્રી સાથે મુલાકાત બાદ પત્રકાર પરિષદ સાથે વાત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રિય મંત્રાલયને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના જવાબમાં કેન્દ્રિય મંત્રાલયે કહ્યું કે, પ્રાણીઓને મારવાની મંજૂરી આપવાથી લોકોને ફાયદો ઓછો પરંતુ નુકસાન વધુ થશે. તેમણે આ મુસીબતના હલ રુપે અન્ય વિકલ્પ શોધી લેવા વિચાર કરવા આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેરળની હાઇકોર્ટે આ વર્ષે જુલાઇમાં કેટલાક ખેડૂતોને ખેતી વિસ્તારમાં જંગલી ડુક્કરોને મારવાની મંજૂરી આપી દીધી હતી, કારણ કે આ સમસ્યા સામે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની કોઇ ખાસ અસર થઇ નથી.
[ad_2]
Source link
Leave a Reply