kanpur gutkha man: કાનપુર મેચમાં ‘ગુટખા’ ખાતાં યુવાનની ઓળખ થઈ, કહ્યું- મને બદનામ કરાયો – kanpur gutkha man clarification on viral photo, said i was chewing betel nuts

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કાનપુરમાં મેચ દરમિયાન ગુટખા ખાતાં યુવકનો વિડીયો વાયરલ
  • યુવકનું નામ શોભિત પાંડે અને તે એક બિઝનેસમેન છે
  • શોભિતે કહ્યું કે, તે ગુટખા નહીં પણ સોપારી ખાઈ રહ્યો હતો

કોરોના કાળ બાદ દેશમાં શરૂ થયેલ ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ સ્ટેડિયમમાં જોવા માટે દર્શકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ સમયે કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન એક યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન ગુટખા ખાતાં યુવક તરીકે આ ફોટો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ કરવામાં આવી રહ્યો છે. પણ હવે વાયરલ થઈ રહેલ આ યુવકની ઓળખ થઈ ગઈ છે. યુવકનું નામ શોભિત પાંડે છે. અને તેણે જણાવ્યું કે, તે મસાલો ખાતો ન હતો, પણ ખાલી સોપારી ખાઈ રહ્યો હતો અને વગર કારણે બદનામ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ શોભિતે લગાવ્યો હતો.

યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયો

ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ દરમિયાન ન ફક્ત સ્ટાર્સ પણ અનેક દર્શકો પણ ફેમસ થઈ જતાં હોય છે. સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં કેમેરામેનનું ફોકસ સુંદર છોકરીઓ પર હોય છે. અને મેચ જોવા આવેલી અનેક સુંદર કન્યાઓનાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. પણ કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન કેમેરામેન દ્વારા સ્ટેડિયમમાં બેસેલાં એક યુવકને આ વખતે હાઈલાઈટ કરવામાં આવ્યો હતો. આ યુવક મેચ દરમિયાન ફોન પર વાત કરી રહ્યો હતો અને મોઢામાં ગુટખા ખાતાં હોય તેમ જણાતું હતું. બસ પછી તો શું હતું, આ યુવકનો ફોટો સાથે સોશિયલ મીડિયામાં મીમ્સનું ધોડાપૂર આવી ગયું હતું.
કાનપુરમાં સ્ટેડિયમમાં ગુટખા ચાવતો દર્શક દેખાઈ ગયો, લોકોએ મજા લઈ લીધી
કાનપુરના રહેવાસી યુવકે આપી સ્પષ્ટતા

રાતોરાત ગુટખાને કારણે ફેમસ થઈ ગયેલાં આ યુવકની આખરે ઓળખ થઈ ગઈ છે. યુવક ઉત્તર પ્રદેશના કાનપુરના માહેશ્વરી મોહાલનો રહેવાસી છે અને તેનું નામ શોભિત પાંડે છે. અને એક બિઝનેસમેન છે. શોભિત સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તે સ્ટેડિયમમાં જ હાજર હતો. અને વાતચીત દરમિયાન શોભિતે સૌથી પહેલાં પોતાના વાયરલ ફોટો અંગે સ્પષ્ટતા આપી હતી.

યુવકે કહ્યું- મસાલો નહીં, પણ સોપારી ખાતો હતો

શોભિતે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તે મેચ દરમિયાન ગુટખા કે મસાલો ખાતો ન હતો, પણ તે ફક્ત સોપારી ખાઈ રહ્યો હતો. મેચમાં અનેક લોકો ગુટખા ખાઈ રહ્યા હતા. પણ ખબર નહીં કેમ કેમેરાએ મને જ ફોકસ કરી દીધો. વગર કારણે બદનામ કરવામાં આવ્યો હોવાનું પણ શોભિતે જણાવ્યું હતું. સાથે જ પાસે બેસેલી છોકરી અંગે તેણે કહ્યું કે, તે મારી બહેન છે. આ ઉપરાંત જ્યારે સવાલ કરાયો કે, વાયરલ ફોટો બાદ શું તે ફરીથી મેચ જોવા જશે કે કેમ? જેના પર શોભિતે કહ્યું કે, તેને મેચ જોવી ખુબ જ પસંદ છે. અને સ્ટેડિયમમાં જઈને તે ભારત અને ન્યૂઝીલેન્ડની સમગ્ર મેચ જોશે. શુક્રવારે પણ તે સ્ટેડિયમમાં જશે તેવું પણ શોભિતે જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *