justice nanavati: ગોધરા અને શીખ વિરોધી રમખાણોની તપાસ કરનારા SCના નિવૃત જજ નાણાવટીનું નિધન – sc retird justice nanavati dies at age of 86 due to heart attack

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શનિવારે ગુજરાત ખાતે બપોરે 1.15 મિનિટે હાર્ટ એટેકથી નિધન થયું
  • જસ્ટિસ નાણાવટી SCના ન્યાયાધીશ પદેથી 16 ફેબ્રુઆરી 2000એ સેવાનિવૃત થયા હતા
  • 11 ફેબ્રુઆરી 1958માં મુંબઇ હાઇકોર્ટના વકીલ તરીકે રજિસ્ટર થયા હતા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ગિરીશ ઠાકુરલાલ નાણાવટીનું શનિવારે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. પર્વ જજે એમના કાર્યકાળ દરમિયાન દેશના બે મોટા વિવાદાસ્પદ રમખાણોની તપાસ કરી હતી. તેમણે 1984માં શીખ વિરોધી અને 2002ના ગુજરાતના ગોધરા કાંડની તપાસ કરી હતી. એમના પરિવારના સભ્યએ જણાવ્યું કે, આજે શનિવારે ગુજરાત ખાતે બપોરે 1.15 મિનિટે એમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.

જજ નાણાવટીનો જન્મ 17 ફેબ્રુઆરી 1935માં થયો હતો અને તેઓ 11 ફેબ્રુઆરી 1958માં મુંબઇ હાઇકોર્ટના વકીલ તરીકે રજિસ્ટર થયા હતા. તેમને 10 જુલાઇ 1979એ ગુજરાત હાઇ કોર્ટના સ્થાયી જજ નિમણૂક કરવામાં આવ્યા હતા જે પછી 1993માં એમની ઓડિશા હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નાણાવટીને 31 જાન્યુઆરી 1994એ ઓડિશા હાઇકોર્ટના મુખ્ય જસ્ટિજ નિમણૂક કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ જસ્ટિસ નાણાવટીને 28 સપ્ટેમ્બર 1994એ કર્ણાટક હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેઓ માર્ચ 1995એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને 16 ફેબ્રુઆરી 2000એ સેવાનિવૃત થયા હતા. જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાએ 2002ના ગોધરા રમખાણો પર એમની છેલ્લી રિપોર્ટ 2014માં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપી હતી. ગોંધરા કાંડમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા.
ડેંગ્યુ થયા બાદ મલ્ટીપલ ઓર્ગન ફેલ થતાં ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલનું નિધનગુજરાતમાં 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરા હિંસાની તપાસ માટે આયોગની રચના કરી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે પેસેન્જર બોગીમાં આગ લગાવ્યાની ઘટના બાદ આ રમખાણો શરૂ થયાં હતા. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારે 1984માં શીખ વિરોધ રમખાણોની તપાસ માટે જસ્ટિસ નાણાવટી આયોગની રચના કરી હતી.
પીએમે કાશી વિશ્વનાથ ધામ કોરિડોર ખૂલ્લો મૂકતા કહ્યું, ‘નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે’પત્નીની જાણ બહાર તેના ફોનનું રેકોર્ડિંગ ગોપનીયતાના અધિકારનો ભંગ છેઃ હાઈકોર્ટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *