jewar airport: પીએમ મોદીએ કર્યું એશિયાના સૌથી મોટા ‘જેવર’ એરપોર્ટનું ખાતમુહૂર્ત, 3 તબક્કે થશે નિર્માણ – noida international airport will construct in three stages

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પીએમ મોદીએ કહ્યું આ એરપોર્ટની મદદથી પશ્ચિમ યુપી વિકાસનો હબ બનશે
  • આ એરપોર્ટનું નિર્માણ ત્રણ તબક્કે પૂરુ કરવામાં આવશે
  • સરકારની યોજના છે કે, આ વિશાળ એરપોર્ટનું નિર્માણ સપ્ટેમ્બર 2024 સુધી પૂરુ થાય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. તેમણે આ એરપોર્ટના ખાતમુહૂર્ત દ્વારા ઉત્તર પ્રદેશના ઓદ્યોગિક, આર્થિક અને ટૂરિઝમ સેક્ટરના વિકાસનો પાયો નાંખ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મદદથી યુપી આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે જોડાશે. જેમાં મેરઠની સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી, મુરાદાબાદનું પીત્તળ અને અથાણા ઉદ્યોગ, આગરાના ફૂટવેયર અને પેઠા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક એમએસઇને પણ વિદેશ સુધી પહોંચવાની સુવિધા મળશે. તેમણે કહ્યું કે, જ્યારે કોઇ સ્થળ હવાઇ સંપર્ક સાથે જોડાય છે ત્યારે ત્યાંના લોકોને એનો સીધો લાભ મળે છે. એશિયાના આ સૌથી મોટા એરપોર્ટની મદદથી પશ્ચિમ યુપીના સ્થાનિક ઉદ્યોગનો વિકાસ પાંગરશે.

વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશને પીએમ મોદી તરફથી આ મોટી ભેટ માનવામાં આવે છે. રાજ્યના વિકાસ સાથે સંકળાયેલા આ પ્રોજેક્ટને લઇને પીએમ મોદીએ કહ્યું કે, એરપોર્ટથી નીકળતાં જ યમુના એક્સપ્રેસ-વે અને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ સાથે જોડાઈ શકો છો. તેમણે જણાવ્યું કે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર ભારતનું સૌથી મોટુ લોજિસ્ટિક હબ બનશે. યુપીના ટૂરિઝમ બિઝનેસ માટે પણ આ એરપોર્ટ મહત્વનું પાસુ સાબિત થઇ શકે છે.

એશિયાના આ સૌથી મોટા એરપોર્ટનું નિર્માણ 3 તબક્કામાં કરવામાં આવશે. જે મુજબ 1334 હેક્ટરમાં પહેલા તબક્કાનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે 6200 હેક્ટરમાં બે ટર્મિનલ અને 5 રનવે બનશે. આ સિવાય એરપોર્ટમાં વિમાનોના રિપેરિંગ, મેઇન્ટેનન્સ અને એમઆરઓ સેન્ટર પણ નિર્માણ પામશે. સરકારની યોજના છે કે 29 સપ્ટેમ્બર 2024 પહેલા એક રનવે સાથે એરપોર્ટ શરુ કરી દેવામાં આવે. આ એરપોર્ટ એટલુ વિશાળ હશે કે એકસાથે 178 વિમાન ઉભા રહી શકશે. નોઇડા એરપોર્ટના સંચાલનની જવાબદારી ઝુરિક એરપોર્ટને આપવામાં આવી છે.
દેશના સૌથી મોટા એરપોર્ટ માટે જમીન આપનારા ખેડૂતોની વ્યથા, ના વળતર મળ્યું ના ઘરઅહીં બની રહ્યું છે દેશનું સૌથી મોટું એરપોર્ટ, બે-ચાર નહીં કુલ આટલા રનવે હશેઆ કંપની બનાવશે ભારતનું સૌથી મોટું એરપોર્ટ, કોન્ટ્રાક્ટ મેળવવામાં અદાણી ગ્રૂપને પાછળ રાખ્યું

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *