jamnagar divorce case: જામનગર: જમાઈએ ભરણપોષણ પેટે આપેલી માતબર રકમ સસરાએ પાછી આપી – father in law gave back 45 lakh maintenance money to son in law in jamnagar

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુવતીના પિતાને પ્રશ્ન કરતા કોર્ટમાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
  • ’45 લાખ લઈને શું કરું? મારી દીકરીનું જીવન તો બરબાદ થઈ ગયું, હવે માત્ર કોર્ટનો સહારો’
  • હાઈકોર્ટે કહ્યું- કોર્ટમાંથી કોઈને રડીને જાય એ અમને પસંદ નથી, કાયદા મુજબ ન્યાય મળશે
  • જામનગરનું દંપતી 10 વર્ષથી અલગ, પતિના અન્ય સ્ત્રી સાથે લિવ-ઈન સંબંધથી બે બાળકો

અમદાવાદ/જામનગર: ભરણપોષણ પેટે આપેલી માતબર રકમ સસરાએ પાછી આપી દીધો હોવાનો કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ જામનગરના કરોડપતિ પરિવારના યુગલના છૂટાછેડાના કેસમાં પતિએ ભરણપોષણ પેટે આપેલા 45 લાખ પત્નીએ પરત કરી દેતા તેણે હાઈકોર્ટ સમક્ષ મંજૂરી માંગી હતી. જેની સુનાવણી દરમિયાન જમાઈ આપેલા 45 લાખ નથી જોઈતા, અમારી હાલત તો મડદા પર વીજળી પડવા જેવી છે તેવું કહીને સસરા કોર્ટમાં જ રડી પડ્યા હતા.

’45 લાખ લઈને શું કરું, દીકરીનું જીવન તો બરબાદ થઈ ગયું’
કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુવતીના પતિના પૂછ્યું કે, પૈસા પરત કરવાની તમને શું મળશે? જેથી પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને જણાવ્યું કે, અમારી પાસે માત્ર કોર્ટ અને કાયદાનો જ સહારો રહ્યો છે. જમાઈ દ્વારા આ કેસને તેની તરફેણમાં લાવવા તમામ પ્રયાસો કર્યા છે. 45 લાખની રકમ લઈને ઇમે શું કરીએ? જમાઈના લગ્નેત્તર સંબંધને લીધે દીકરીનું જીવન તો બરબાદ થઈ ગયું છે, દીકરીનો કોઈ હાથ પણ પકડવા તૈયાર નથી. હું મારી દીકરીને આપને સોંપુ છું જુઓ તેની સ્થિતિ શું છે?

સસરાએ કોર્ટ સામે બે હાથ જોડીને વિનંતી કરી કે, અમને ન્યાય અપાવો અત્યાર સુધી તો અમને પછડાટ જ મળી છે. વ્યથિત પિતાના આંખના આસુ અને તેમની વિવશતા જોઈને હાઈકોર્ટ પણ થોડીક પળ માટે સુનમુન થઈ ગઈ. બાદમાં હાઈકોર્ટે પિતાને હાશકારો આપતા કહ્યું કે, અમારી કોર્ટમાંથી કોઈ રડીને જાય તો અમને ગમે નહીં. જેથી કાયદા મુજબ કેસ ચાલશે અને કાયદા મુજબ જ ન્યાય પણ મળશે.

મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે પતિના વકીલને પણ ટકોર કરી હતી કે, કોઈ પત્નીને ખબર પડે કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તો તે પ્રતિક્રિયા તો આપે જ અને તેવું વલણ પણ અપનાવે. હાઈકોર્ટે બંને પક્ષોને સૂચના કરી કે, આ કેસની વદુ સુનાવણી જાન્યુઆરીમાં હાથ ધરાશે. જામનગરના દંપતી છેલ્લા 10 વર્ષથી અલગ રહે છે તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે લિવ-ઈન સંબંધથી બે બાળકો પણ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *