[ad_1]
હાઈલાઈટ્સ:
- ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અત્તરના વેપારીના બંગલેથી 257 કરોડ રૂપિયા કેશ મળ્યા છે.
- એવું માનવામાં આવી રહ્યું છે કે હવાલા દ્વારા અત્તરના વેપારીની જગ્યાઓ પર રકમ એકઠી કરવામાં આવી રહી હતી.
- શું આ રકમને ક્યાંક ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ કરવાની તૈયારી તો નહોતી ને?
તમામ તપાસ એજન્સીઓના મનમાં સવાલ થઈ રહ્યા છે કે પીયૂષ જૈને આટલી વધારે રકમ ક્યાંથી ભેગી કરી? તપાસ એજન્સીઓને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે પીયૂષ અત્તરનો વેપારી છે પણ એટલો મોટો બિઝનેસ નથી કે આટલી વધારે કમાણી થઈ શકે. જો પીયૂષ જૈન ટેક્સ ચોરી કરે તો પણ આટલી વધારે રકમ ભેગી કરી શકે નહીં. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આટલી વધારે રકમ એકમાત્ર પીયૂષ જૈનની હોઈ શકે નહીં.
તપાસ એજન્સીઓના વિશેષજ્ઞોનું પણ માનવું છે કે નવેમ્બર 2016માં થયેલી નોટબંધી પછી વેપાર-ધંધા પર ખરાબ અસર પડી હતી. ત્યારબાદ કોરોનાકાળમાં લોકડાઉનના કારણે વેપાર-ધંધા પર વધારે અસર થઈ. નોટબંધી અને કોરોનાકાળ પછી અત્તરનો વેપારી આટલી વધુ રકમ માત્ર વેપારના માધ્યમથી એકઠી કરી શકે નહીં.
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અત્તરના વેપારીના બંગલેથી 257 કરોડ રૂપિયા કેશ મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવાલા દ્વારા અત્તરના વેપારીની જગ્યાઓ પર રકમ એકઠી કરવામાં આવી રહી હતી. શું આ રકમને ક્યાંક ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ કરવાની તૈયારી તો નહોતી ને? તપાસ એજન્સીઓ હાલ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. પીયૂષ જૈન નામના આ વેપારીના કાનપુરમાં આવેલા ઘર પર ડીજીજીઆઈ અને ઈનકમ ટેક્સએ ગુરુવારે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન તિજોરીઓ ભરીને રૂપિયા મળી આવ્યા હતા. આ રૂપિયા ગણવા માટે મશીન મગાવવું પડ્યું હતું. 24 કલાક કરતા વધુ સમય આ દરોડો ચાલ્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply