it raid on astral: એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર I-T વિભાગનો સપાટો, કુલ 40 સ્થળોએ પાડ્યા દરોડા – ahmedabad income tax conducted raid on astral pipes and ratnamani metals on tuesday

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પાઈપ બનાવતી એસ્ટ્રલ અને લોખંડની પાઈપ બનાવતી રત્નમણિ પર દરોડા
  • એસઆરપી જવાનોને સાથે રાખીને આઈટી વિભાગે કંપનીના હિસાબોની તપાસ કરી
  • 40 સ્થળે પડાયેલી રેડમાં પ્રથમ દિવસે 1 રોકડની રોકડ અને 12 લોકર પકડાયા

અમદાવાદઃ ઈનકમ ટેક્સ વિભાગના ધિકારીઓએ મંગળવારે પીવીસી પાઈપ બનાવતી એસ્ટ્રલ (Astral) અને લોખંડની પાઈપ બનાવતી રત્નમણિ પર દરોડા પાડ્યા હતા. શહેરના સિંધુભવન રોડ પર આવેલી હેડ ઓફિસ ઉપરાંત ડિરેક્ટર્સના નિવાસસ્થાન, કડી નજીક આવેલી પાઈપની કંપની પર અને કલોલ-મહેલાણા હાઈવે પરના રત્નમણિ મેટલના કારખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય રાજસ્થાન, મુંબઈ, દિલ્હી તેમજ મધ્યપ્રદેશમાં આવેલી કંપનીઓની ઓફિસમાં પણ અધિકારીઓએ તવાઈ બોલાવી હતી. સુરક્ષાના ભાગરૂપે એસઆરપીના જવાનોને સાથે રાખીને બેનામી હિસાબોની તપાસ કરવામાં આવી હતી, જેની કામગીરી આગામી બે દિવસ યથાવત્ રહેશે.

રાજ્યમાં શરુ થશે એર એમ્બ્યુલન્સ, સી-પ્લેન માટે પણ છ સ્થળોની પસંદગી કરાઈ
ઓફિસ, નિવાસસ્થાન તેમજ ફેક્ટરીઓ સહિત 40 સ્થળે પડાયેલી રેડમાં પ્રથમ દિવસે 1 રોકડની રોકડ અને 12 લોકર પકડાયા હતા. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા અને 100 કરોડની બિનહિસાબી કાચી એન્ટ્રીઓની વિગત પણ મળી હતી. દરોડમાં 200થી વધુ અધિકારીઓ જોડાયા હતા અને 200 એસઆરપી જવાનોનો પહેરો ગોઠવાયો હતો.

અઠવાડિયા પહેલા ઈનકમ ટેક્સ વિભાગે માણેકચંદ પાન મસાલા અને ગુટકાના ડીલરની ઓફિસ તેમજ રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. હવે એસ્ટ્રલ અને રત્નમણિ પર રેડ પાડવામાં આવી હતી. બંને કંપનીઓની જુદી-જુદી એજન્સીઓ, તેમના જુદા-જુદા યુનિટ અને મોટી ઓફિસો મુંબઈ, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં પણ આવેલી છે. ત્યાં પણ રેડ પાડવામાં આવી હતી.

ભારે ઉથલપાથલ ધરાવતા આ સેક્ટરના શેર્સમાં રોકાણ કરાય? જાણો શું કહે છે નિષ્ણાત
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, રાજસ્થાન, દિલ્હી, મુંબઈ તેમજ મધ્યપ્રદેશમાં કુલ 40 સ્થળે રેડ પાડવામાં આવી હતી. જેમાં કંપનીઓ દ્વારા મોટી કરચોરી કરવામાં આવી હોવાની વિગતો મળી હતી. એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ દ્વારા મોટા પ્રમાણમાં પાઈપ રોકડેથી વેચવામા આવી હોવાથી તેની કોઈ એન્ટ્રી ન થઈ હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું.

40 સ્થળ પર મંગળવારે મોડી રાત સુધી આઈટીના અધિકારીઓની કામગીરી ચાલી હતી. જેમાંથી જુદી-જુદી જગ્યાએથી એક કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. આ સિવાય મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, હાર્ડડીસ્ક અને પેનડ્રાઈવ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જ સો કરોડ રૂપિયાની એન્ટ્રીની વિગતો પણ અધિકારીઓને હાથ લાગી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *