irctc: ભારે વિરોધ પછી રામાયણ એક્સપ્રેસના વેઈટર્સનો ડ્રેસ બદલવામાં આવ્યો – irctc changed ramayan express witers dress code

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઉજ્જૈનના સાધુ સમાજે વેઈટર્સને આપેલા ભગવા કપડાને સંતોનું અપમાન ગણાવ્યું હતું
  • સંત સમાજે રેલવેને પત્ર લખી ચેતવણી આપી હતી કે જલ્દીથી ડ્રેસ બદલી લેવામાં આવે
  • IRCTCએ સોમવારે ટ્વિટ કરીને વેઈટર્સના ડ્રેસ બદલ્યા હોવાની માહિતી આપી

નવી દિલ્હીઃ રામાયણ એક્સપ્રેસમાં સેર્વિસ આપનારા વેઈટર્સને આપવામાં આવેલા ભગવા ડ્રેસ સામે ઉજ્જૈનના સાધુ-સંતોએ વિરોધ ઉઠાવ્યો હતો, જે પછી IRCTCએ રામાયણ એક્સપ્રેસના વઈટર્સનો ડ્રેસ બદલી નાખ્યો છે. આ અંગેની જાણકારી સોમવારે સાંજે IRCTCએ એક ટ્વિટ કરીને આપી હતી.

અયોધ્યા-રામેશ્વરમ ટ્રેનમાં ભગવા રંગનો ડ્રેસ પહેરીને સર્વિસ આપી રહેલા વઈટર્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે પછી ઉજ્જૈનના સંત સમાજે આ ડ્રેસ કોડને સાધુ-સંતોનું અપમાન ગણાવ્યું હતું. અહીંના સાધુ સમાજે આ અંગે રેલવે મંત્રીને પત્ર લખી ટ્રેનને રોકવાની ચેતવણી આપી હતી.

સંત સમાજની ચેતવણી પછી સોમવરા IRCTCએ રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરનારા વઈટર્સનો ડ્રેસ બદલવાનો નિર્ણય લીધો હતો. IRCTCએ ટ્વિટ કરી જાહેર કર્યું હતું કે ટ્રેનના સ્ટાફનો ડ્રેશ પ્રોફેશનલ યૂનિફોર્મમાં બદલી લેવામાં આવ્યો છે.

વાયરલ વિડીયોમાં ટ્રેનના વેઈટર્સ સાધુ-સંતોના ભગવા કપડામ, ઘોતી, પાઘડી અને રુદ્રાશની માળા પહેરીને ખાવાના વાસણો ઉઠાવતાં જોવા મળ્યા હતા. ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી પરમહંસ અવધેશ પુરી મહારાજે કહ્યું હતું કે આ અપમાન છે. જલ્દી જ વઈટર્સનો ડ્રેસ બદલી લેવામાં આવે. નહીં તો 12 ડિસેમ્બરે પસાર થતી આગામી ટ્રેનનો સંત સમાજ વિરોધ કરશે અને ટ્રેન સામે હજારો હિંદુઓને લઇને પ્રદર્શન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનની નીકળતી આ ટ્રેન એના 17 દિવસના પ્રવાસમાં પર્યટકોને ભગવાન રામ સાથે જોડાયેલા મહત્વના ધાર્મિક સ્થળોનું ભ્રમણ અને દર્શન કરાવે છે. આ ટ્રેન 17 દિવસમાં 7500 કિમીનો પ્રવાસ ખેડે છે.
રામાયણ એક્સપ્રેસમાં વેઈટર્સને અપાયો ભગવા રંગનો ડ્રેસ, સંતોએ ગણાવ્યું હિંદુ ધર્મનું અપમાનઅમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટમાં 25 ડિસેમ્બર પહેલા ચાલુ કરી દેવાશે અટલ એક્સપ્રેસરેલવે ટ્રેક પર વિડીયો બનાવતી વખતે ટ્રેનની ઝપેટમાં આવતા યુવકનું મોત

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *