[ad_1]
હાઈલાઈટ્સ:
- માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ-અલગ પોસ્ટની ભરતી મુદ્દે સિલેક્ટ લિસ્ટ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.
- પરીક્ષાના કેટલાંક ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી.
- હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.
માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ-અલગ પોસ્ટની ભરતી મુદ્દે સિલેક્ટ લિસ્ટ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. પરીક્ષાના કેટલાંક ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. જેમાં અરજદારોએ એવો દાવો કર્યો હતો કે માહિતી ખાતાની ક્લાસ 1 અને 2ની ભરતીના ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. 100 માર્કના ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે. પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્કની સમાનતા જળવાઈ નથી. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે.
કોર્ટે અવલોકનમાં નોંધ્યું હતું કે ઈન્ટરવ્યુમાં સમાનતા જળવાઈ નથી. કોઈ દિવસે ઈન્ટરવ્યુમાં 3 વ્યક્તિ હતા અને કોઈ દિવસે 4 વ્યક્તિ હતા. આવું શા માટે થયું? વગેરે સવાલો કોર્ટે કર્યા છે. સરકારે 18મી સુધીમાં તેના જવાબ તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવાના છે. ઈન્ટરવ્યુની પેનલ અધૂરી હતી એવી મૂળ દલીલ છે. એ મુજબ આ ઈન્ટરવ્યુમાં 100 માર્ક્સ હોય છે. એ 100 માર્ક આપવા માટે પેનલમાં પાંચ વ્યક્તિ નક્કી થયા હતા. પરંતુ કોઈ દિવસ ઈન્ટવ્યુ લેનારા ઓછા હતા. માટે આપેલા માર્ક્સમાં પણ સમાનતા જળવાઈ નથી. જે દિવસે 5 ઈન્ટરવ્યુ લેનારા હોય તે દિવસે પાંચેય ઉમેદવારોએ 100ના પાંચમા ભાગના એટલે કે 20માંથી માર્ક આપ્યા હશે અને જે દિવસે ચાર ઈન્ટરવ્યુ લેનારા હોય એ દિવસે તેમણે 25માંથી માર્ક્સ આપ્યા હશે. આ અસમાનતા કોર્ટે ધ્યાને લીધી છે.
માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરિટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે રૂબરૂ ઈન્ટરવ્યુ નવેસરથી લેવા તથા વેઈટીંગ લિસ્ટ પણ બનાવવાની માગણી કરી હતી. આ બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
[ad_2]
Source link
Leave a Reply