indian market: ગગડેલા શેરબજારને બોટમ ફિશિંગે ટેકો આપ્યો, પરંતુ આ બે પરિબળો ચિંતા વધારશે – sensex roars back after selloff but analysts say there are challenges

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઉપલા સ્તરે સેલિંગનું દબાણ છે જે દર્શાવે છે કે બજારમાં એકંદરે હજુ પણ નબળો ટ્રેન્ડ છે
  • સૌથી મોટી ચિંતા કોવિડના ઓમિક્રોન વેરિયન્ટની છે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે
  • બ્લૂ ચિપ શેરોમાં એચસીએલ ટેક સૌથી વધુ 4.32 ટકા વધ્યો જ્યારે પાવરગ્રીડ મહત્તમ ઘટ્યો

સોમવારે શેરબજારમાં તીવ્ર કડાકા પછી મંગળવારે બોટમ ફિશિંગ કરનારાઓએ ખરીદી કરી હતી. તેના કારણે બે દિવસથી ઘટી રહેલા ઈન્ડેક્સને થોડી વધવાની તક મળી હતી.

જોકે, ઉપલા સ્તરે સેલિંગનું દબાણ છે જે દર્શાવે છે કે બજારમાં એકંદરે હજુ પણ નબળો ટ્રેન્ડ છે. સૌથી મોટી ચિંતા કોવિડના ઓમિક્રોન વેરિયન્ટની છે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેની અસર વિશે હજુ કંઇ નક્કી ન હોવાથી ટ્રેડર્સ ચિંતિત છે.

આ ઉપરાંત વિદેશી રોકાણકારો દ્વારા નિરંતર વેચાણ ચાલુ છે જે ચિંતાનું કારણ છે.

મંગળવારે સેન્સેક્સ 497 પોઇન્ટ અથવા 0.89 ટકા વધીને 56,319 પર બંધ રહ્યો હતો. આજની ઉપલી સપાટીથી સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ નીચે બંધ આવ્યો હતો. 50 શેરનો એનએસઈ નિફ્ટી પણ 154.65 એટલે કે 0.94 ટકા વધીને 16,770.85 પર બંધ થયો હતો.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસ ખાતે રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું કે સ્થાનિક ઇન્ડેક્સમાં ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સેન્ટીમેન્ટનો તેને ટેકો છે. જોકે, એફઆઈઆઈના વેચાણ અને ઓમિક્રોનની અસરની ચિંતા યથાત છે. તેથી રોકાણકારો સાવધાનીપૂર્વક ટ્રેડિંગ કરે છે.

બ્લૂ ચિપ શેરોમાં એચસીએલ ટેક સૌથી વધુ 4.32 ટકા વધ્યો હતો. આ ઉપરાંત વિપ્રો, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ વૃદ્ધિ થઈ હતી.

નિફ્ટીમાં પાવરગ્રીડ સૌથી વધુ 1.74 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ટાટા કન્ઝ્યુમર, સિપ્લા, હીરો મોટોકોર્પ અને કોટક મહિન્દ્રા બેન્ક પણ ઘટીને બંધ થયા હતા.

બીજી તરફ નિફ્ટી સ્મોલકેપમાં 1.25 ટકા અને નિફ્ટી મિડકેપમાં 1.28 ટકાનો વધારો થયો હતો. નિફ્ટી 500 1.12 ટકા વધ્યો હતો.

શેરબજારની ચિંતા વધારે તેવા બે પરિબળો અત્યારે સક્રિય છે. તેમાંથી પ્રથમ પરિબળ છે એફઆઇઆઇનું સેલિંગ અને બીજું છે ઓમિક્રોન વેરિયન્ટ.

મિડ અને સ્મોલકેપ સૂચકાંકોમાં અલોક ઇન્ડસ્ટ્રીઝ, અંબર એન્ટરપ્રાઈઝિસ, કેપીઆઈટી ટેક, ઓઈલ ઇન્ડિયા, નેશનલ એલ્યુમિનિયમ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધ્યા હતા અને તેમાં પાંચથી 9 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો હતો.

વ્યાપક બજારમાં અદાણી ટોટલ ગેસ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, એન્ડ્યોરન્સ ટેક્નોલોજિસ, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, એજિસ કેમિકલ્સ અને ઇન્ડિગો પેઇન્ટ્સ બેથી ચાર ટકા સુધી ઘટ્યા હતા.

એનએસઈ પર તમામ સેક્ટરના ઇન્ડેક્સ વધ્યા હતા. નિફ્ટી મેટલ સૌથી વધુ 2.94 ટકા વધ્યો હતો જ્યારે નિફ્ટી મીડિયામાં 2.54 ટકાનો વધારો થયો હતો. નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી આઈટી પણ એક ટકાથી વધુ ઊંચકાયા હતા. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હતી જેમાં 2281 શેર વધ્યા અને 1036 શેર ઘટ્યા હતા. 199 શેરમાં 52 દિવસની ટોચ જોવા મળી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *