[ad_1]
હાઈલાઈટ્સ:
- ટ્રક પર જતાં સામાનના બિલ પરથી પીયૂષ જૈનની પોલ ખુલી
- તમામ બિલ નકલી કંપનીઓના નામે હતા, જેની એમાઉન્ટ 50 હજારથી ઓછી હતી
- ડીજીજીઆઇ કાર્યવાહી કરતાં ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પાડ્યા, જેમાં જૈનનું નામ સામે આવ્યું
યુપીના કન્નોજ જિ્લ્લામાંથી પણ પીયૂષ જૈનના ઠેકાણાઓ પર વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં સોના-ચાંદીના ઘરેણા સાથે કોથળા ભરી ભરીને રોકડ મળી આવી છે. જેનો એક ફોટો પણ સામે આવ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પીયૂષ જૈનના પિતૃક ઘરેથી અત્યાર સુધી 103 કરોડ રુપિયા કેશ મળી આવ્યા છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન પીયૂષ જૈનના ઘરમાંથી ભોયરું અને એક ફ્લેટમાંથી 300 ચાવીઓ મળી આવી છે. જોકે એના ઘરેથી જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ વિશે સત્તાવાર રીતે માહિતી સામે આવવાની બાકી છે.
નોંધનીય છે કે, ગુરુવારે ડીજીજીઆઇ અને આવક વેરા વિભાગની ટીમે કન્નોજના અત્તરના વેપારી પીયૂષ જૈનના કાનપુર સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તિજોરીઓમાંથી એટલા પ્રમાણમાં રોકડ મળી આવી કે ગણવા માટે મશીન મંગાવવાની નોબદ આવી હતી.
અમદાવાદની ડીજીજીઆઇ ટીમે એક ટ્રકને પકડી હતી. જેમાં જઇ રહેલો સામાનનું બિલ નકલી કંપનીઓના નામે બન્યા હતા. બધા બિલ 50 હજારથી ઓછી કિંમતના હતા જેથી Eway Bill ભરવુ ના પડે. જે પછી ડીજીજીઆઇએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી એજન્સીને 200થી વધારે નકલી બિલ મળ્યા હતા. આ સ્થળે દરોડા પાડવા દરમિયાન એજન્સીને પીયૂષ જૈન અને નકલી બિલો વચ્ચે કનેક્શન મળી આવ્યું હતું.
[ad_2]
Source link
Leave a Reply