income tax raid: સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી મળ્યા 1 કરોડ રોકડા, સોનાની 4 ઈંટ પણ મળી – bihar: 1 crore cash and 2 kg gold brick recovered from locker of a government teacher

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બિહારના નાલંદા જિલ્લાના એક સરકારી સ્કૂલ શિક્ષકના ઘરે ઈનકમ ટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો.
  • શિક્ષકના બેંક લોકરમાંથી 1 કરોડ રૂપિયા રોકડા અને સોનાની ચાર ઈંટો મળી.
  • આ શિક્ષક એક કન્સ્ટ્રક્શન કંપનીના માલિકનો સંબંધી હોવાનું બહાર આવ્યું છે.

નાલંદા: બિહારના નાલંદા જિલ્લામાંથી એક સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી એક કરોડ રૂપિયા રોકડા અને લાખોના ઘરેણાં જપ્ત કરાયા છે. તેમાં સોનાની 4 ઈંટો પણ છે. સરકારી શિક્ષકની આ સંપત્તિ જોઈને ઈનકમ ટેક્સ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

જાણવા મળ્યા મુજબ, નાલંદા જિલ્લાના થરથરી બ્લોકની મિડલ સ્કૂલ ભહતરના શિક્ષક નીરજ કુમાર શર્માના પટણા સ્થિત ઘરે ઈનકમ ટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં આ સંપત્તિનો ખુલાસો થયો હતો. જણાવાઈ રહ્યું છે કે, ઈનકમ ટેક્સની આ રેડમાં શિક્ષકના બેંક લોકરમાંથી એક કરોડ રૂપિયા રોકડાની સાથે-સાથે બે કિલો સોનું હોવાની જાણકારી મળી છે.
કર્ણાટક ACB રેડઃ પાણીના બદલે પાઈપમાંથી નીકળવા લાગ્યા રૂપિયા, અધિકારીઓ પણ ચોંકી ગયા
સરકારી સ્કૂલના શિક્ષકના બેંક લોકરમાંથી આટલી મોટી રકમ મળતા ઈનકમ ટેક્સના અધિકારી પણ ચોંકી ગયા હતા. શિક્ષક નીરજ કુમાર શર્મા પણ આ સંપત્તિનો સ્ત્રોત જણાવી શક્યા નથી. જણાવાયા મુજબ, આવક કરતા વધુ સંપત્તિ મામલે ખુલાસો કરવા માટે શિક્ષકને એક મહિનાનો સમય અપાયો છે.

જણાવાઈ રહ્યું છે કે, નીરજ કુમારના બેંક લોકરમાંથી એક કરોડ કેશ અને બે કિલો સોના ઉપરાંત ઘણા અન્ય મહત્વના દસ્તાવેજ મળ્યા છે. જણાવાઈ રહ્યું છે કે, પટણાના બહાદુરપુર વિસ્તારમાં આવેલી એસબીઆઈની શાખામાં તેમના નામના લોકરને આવકવેરા વિભાગના અધિકારીઓએ બુધવારે ખોલ્યું, તો તેમાંથી 250 ગ્રામ વજનની સોનાની ચાર ઈંટો અને સાથે જ એક કરોડની કેશ પણ મળી.
ACBની રેડમાં કૃષિ વિભાગના જોઇન્ટ ડિરેક્ટરના ઘરેથી રુ. 3.5 કરોડનું સોનું અને 15 લાખ રોકડા મળ્યા
આ રકમ બે હજાર રૂપિયાની નોટોના બંડલમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત કેટલાક અન્ય દસ્તાવેજ પણ મળ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. આ શિક્ષક નીરજ કુમાર નવરચના કન્સ્ટ્રક્શન કંપનીના માલિકના સંબંધી છે.

આ સંબંધમાં નીરજ કુમારે કહ્યું કે ,આ બધી સંપત્તિ તેમની નથી. તેમણે કહ્યું કે, ‘હું મારા માસા રાકેશ કુમાર સિંહના પુત્ર રાજદ આનંદની કન્સ્ટ્રક્શન કંપની નવરચનામાં ડાયરેક્ટર પદે છું. જેના માટે કોઈ પગાર લેતો નથી. આ બધી અચલ સંપત્તિનો માલિક મારી માસિયાઈ ભાઈ જ છે. મને એક મહિનાનો સમય અપાયો છે. એક મહિનાની અંદર આ સંબંધમાં બધા કાગળ રજૂ કરી દેવાશે.’

વાવના રામકથાકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી ખૂલ્લી ધમકી

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *