[ad_1]
હાઈલાઈટ્સ:
- મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વિન ટ્રેનના ડબ્બામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
- યુવતી 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી પોતાના ઘરે રહેવા માટે આવી હતી.
- માનસીએ આપઘાત કર્યો છે કે પછી તેના મોતનું કોઈ અન્ય કારણ છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનું નામ માનસી ગુપ્તા હોવાનું જાણવા મળ્યું હતું. માનસી ગુપ્તા નવસારીના જલારામ નગરમાં રહેતી હોવાની જાણ થઈ હતી. પોલીસે યુવતીના પરિવારજનોને જાણ કરતાં તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતક યુવતી માનસી ગુપ્તા વડોદરાની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને 5 દિવસ પહેલા જ વડોદરાથી પોતાના ઘરે નવસારી આવી હતી.
આ બનાવ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, નવસારીમાં રહેતી 18 વર્ષીય માનસી ગુપ્તા વડોદરામાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સાથે-સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશિપમાં જોડાયેલી હતી. યુવતી 5 દિવસ અગાઉ વડોદરાથી નવસારી પોતાના ઘરે રહેવા માટે આવી હતી. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, ‘સમગ્ર ઘટનાની જાણ થતાં માનસીના પિતાના જણવ્યા મુજબ, માનસી ભણવામાં હોશિયાર હતી અને તે જે સંસ્થા માટે કામ કરતી હતી તેમાં વિદ્યાર્થીઓને ખોટા પગલાં નહીં ભરવા તેમજ આત્મહત્યા નહિ કરવા માટે જાગૃત કરવામાં આવે છે. જ્યારે, આજે માનસીએ આવું પગલું ભરી લેતા તેના પિતા ભારે આઘાતમાં સરી પડ્યા છે.
અહીં નોંધનીય છે કે મોડી રાત્રે નવસારી બાજુથી વલસાડ તરફ આવેલી ગુજરાત ક્વિન ટ્રેનના ડબ્બામાં માનસીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે તેનો મૃતદેહ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માનસીએ આપઘાત કર્યો છે કે પછી તેના મોતનું કોઈ અન્ય કારણ છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાં યુવતીનો મૃતદેહ મળી આવવાની આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
[ad_2]
Source link
Leave a Reply