Husband Killed Wife in Surat: અમરોલીમાં ચારિત્ર્યની શંકામાં પતિએ પત્નીને પતાવી દીધી, પોલીસે કરી ધરપકડ – husband killed wife in surat amroli police arrested accused

[ad_1]

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ ઘરકંકાસમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને કુકર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

હુમલા બાદ પત્નીને હોસ્પિટલ પણ લઈ ગયો હતો પરંતુ…
પ્રાપ્ત માહિતી અનુસાર ચારિત્ર્યની શંકા રાખીને પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન પતિએ પત્નીને માથામાં કુકર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે, બાદમાં પતિ જ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. ડોક્ટરોએ તપાસ કરતા પત્નીને બ્રેઇન હેમરેજ થયું હતું, જેથી તેને મૃત જાહેર કરવામાં આવી હતી. દરમિયાન હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવી હતી અને તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું.

પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિને જેલમાં નાખી દીધો
સમગ્ર મામલે મૃતક પરિણીતાના ભાઈએ ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

6 વર્ષ પહેલા ભાગીને લગ્ન કર્યા હતા
મીડિયા રિપોર્ટ મુજબ હળપતિવાસમાં રહેતા સુરજભાઈ પટેલે 6 વર્ષ પહેલા આરતીબેન સાથે ભાગીને લગ્ન કર્યા હતાં. છેલ્લા ઘણા સમયથી પતિ તેની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા કરી માર મારતો હતો. દરમિયાન 16 ડિસેમ્બરના રોજ પતિએ ફરીથી ચારીત્ર્ય પર શંકા કરીને માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.

પાંડેસરમાં ડબલ મર્ડરની ઘટના
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મોડીરાતે પાંડેસરામાં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં મિત્રને બચાવવામાં મધ્યસ્થી બનેલા યુવક અને તેના મિત્રની ચપ્પુ-કડછીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કે થતાં સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *