[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 26, 2021, 9:06 PM
શાહેઆલમ વિસ્તારમાં બંગાળી વાસમાં હત્યાની ઘટનાની હાહાકારી મચી ગયો હતો. હત્યાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી

હાઈલાઈટ્સ:
- મૃતક અને આરોપીના આ ત્રીજા લગ્ન હતા, સંપતિને લઈને વિવાદ ચાલતો હતો
- કોલકત્તામાં પત્નીનું એક મકાન હતું, આરોપી પોતાને નામે કરાવવા માગતો હતો
- સપંતિના વિવાદમાં બંને વચ્ચે એટલી હદે ઝઘડો થયો કે પતિએ પત્નીની હત્યા કરી નાખી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક હલીમા બીબી ઉર્ફે મેરીના બીબા સાથે આરોપી કમરૂલ રઝાક શેખના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. મૃતક અને આરોપીના આ ત્રીજા લગ્ન હતા. અગાઉ તેઓે બે લગ્ન થઈ ચૂક્યા છે. લગ્ન બાદ પતિ બંગાળમાં રહેતો હતો અને ક્યારેક ક્યારેક શાહેઆલમ બંગાળી વાસમાં અવર જવર કરતો હતો. હત્યાના બે ત્રણ દિવસ પહેલાં જ આરોપી કમરૂલ શાહેઆલમ આવ્યો હતો. શાહેઆલમ આવ્યા બાદ કોલકત્તાની સંપતિને લઈને પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ ઝઘડાથી ઉશ્કેરાયેલા કમરૂલે પત્નીની હત્યા કરી નાખી હતી અને પછી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે જ્યારે આ મામલે તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે, મૃતકના નામે કોલકત્તામાં એક મકાન હતું. આરોપી પતિ કમરૂલ તેની પત્નીનું કોલકત્તામાં આવેલું મકાન પચાવી પાડવા માગતો હતો. એટલા માટે આ મકાન તેના નામે કરવવા માટે વારંવાર દબાણ કરતો હતો. જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ થતો હતો. આખરે આરોપી પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી અને તેની ચાંદીની ચેઈન, મોબાઈલ ફોન લઈને ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયો હતો.
હત્યાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. થોડીવારમાં હત્યાની આ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી. જાણ થતા ઈસનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી પતિને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે આરોપી કમરૂલની ધરપકડ કરી તો તેણે કબૂલાત કરી કે તેની પત્નીએ તેને પગના ભાગે માર માર્યો હતો. એટલે ઝઘડાના કારણે તેણે તેની હત્યા કરી નાખી હતી. જો કે, તે અહીંથી ભાગીને કોલકત્તા પહોંચવા માગતો હતો, પરંતુ પોલીસે તેને કોલકત્તા પહોંચે એ પહેલાં જ ઝડપી પાડ્યો હતો.
તમે ટેસ્ટ કરી છે ચાંદખેડામાં ફેમસ નવરંગની દાબેલી?
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply