[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Nov 28, 2021, 7:26 PM
હોમગાર્ડની ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ભીલકુવા ગામના યુવાનને દોડતી વખતે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો.

હાઈલાઈટ્સ:
- ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
- યુવકનું અચાનક મોત થતાં તેના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.
- તેણે બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી જેથી તેનો ઉછેર કાકાએ કર્યો હતો.
વધુ મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં રવિવારે સવારે હોમગાર્ડ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં ભીલકુવા ગામનો રણજીતસિંહ નામનો યુવાન દોડી રહ્યો હતો અને ત્યારે અચાનક તેનું હાર્ટ બેસી ગયું હતું. જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો કે જ્યાં ફરજ પર હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામનાર આ યુવક આર્થિકરીતે ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. આ યુવક નોકરીની આશાએ હોમગાર્ડના ભરતી મેળામાં આવ્યો હતો. તેણે બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી જેથી તેનો ઉછેર કાકાએ કર્યો હતો. યુવકના મોતની જાણ થતાં જ તેના સમગ્ર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.
વધુ મળતી માહિતી મુજબ, રાજ્યના અરવલ્લી જિલ્લાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરિયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોના ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ (ઉંમર 25 વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો, ત્યારે અચાનક ચક્કર આવી જતાં તેની તબિયત લથડી હતી. જેથી સ્થળ પર હાજર ડૉક્ટરની ટીમ દ્વારા યુવકની પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે એમ્બુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply