[ad_1]
હાઈલાઈટ્સ:
- બીએસઈ 500ની 12 કંપનીઓમાં HNI રોકાણકારોએ પોતાનું હોલ્ડિંગ બે ટકાથી પણ વધુ વધાર્યું
- 12માંથી આઠ કંપનીઓએ શેરબજારના ઇન્ડેક્સ કરતા વધારે રિટર્ન આપ્યું
- કેલેન્ડર વર્ષ દરમિયાન ઓલકાર્ગોનો શેર 150 ટકા સુધી વધ્યો
બીએસઈ 500ની 12 કંપનીઓમાં આ રોકાણકારોએ કેલેન્ડર વર્ષના છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં તેમના હિસ્સામાં 200 બેસિસ પોઇન્ટ (બે ટકા)થી વધુ વધારો કર્યો હતો તેમાંથી આઠ કંપનીઓએ શેરબજારના ઇન્ડેક્સ કરતા વધારે રિટર્ન આપ્યું હતું. તેમાંથી અમુક કંપનીઓએ તો 150 ટકા સુધી રિટર્ન આપ્યું હતું.
કેલેન્ડર વર્ષ દરમિયાન ઓલકાર્ગોનો શેર 150 ટકા સુધી વધ્યો હતો. 30 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે એચએનઆઈ પાસે આ કંપનીનો 5.6 ટકા હિસ્સો હતો. ડિસેમ્બર 2020ના અંતમાં આ હિસ્સો 2.97 ટકા હતો. એટલે કે ધનાઢ્ય રોકાણકારોએ તેમના હિસ્સામાં 2.63 ટકાનો વધારો કર્યો હતો.
આ કંપનીમાં જાણીતા રોકાણકારો આશિષ ધવન અને મુકુલ મહાવીર અગ્રવાલની માલિકી અનુક્રમે 1.59 ટકા અને 1.34 ટકા હતી.
હાઇ નેટવર્થ રોકાણકારોએ માસ્ટેકમાં પણ જંગી નફો મેળવ્યો હતો. આ શેરમાં તેમને વાર્ષિક ધોરણે 143 ટકા સુધી વળતર મળ્યું હતું. આ આઇટી કંપનીમાં એચએનઆઈ હોલ્ડિંગ 12.37 ટકા વધીને 23.59 ટકા થયું હતું. ગયા વર્ષના ડિસેમ્બરમાં કંપનીમાં એચએનઆઈ હોલ્ડિંગ 11.22 ટકા હતું. આશિષ કચોલિયા અને મુકુલ અગ્રવાલ આ કંપનીના શેરહોલ્ડર્સમાં સામેલ છે.
જેકે પેપરમાં પણ એચએનઆઈને એક વર્ષમાં 86 ટકા સુધી રિટર્ન મળ્યું છે. આ કંપનીઓમાં એચએનઆઈએ તેમનો હિસ્સો 8.6 ટકાથી 2.55 ટકા સુધી વધારીને 11.5 ટકા કર્યો હતો. જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એચએનઆઈએ તેમનો હિસ્સો 2.88 ટકા સુધી વધાર્યો હતો. આ સમયગાળામાં શેર 76 ટકા સુધી વધ્યો હતો. ફ્લિપકાર્ટના સહસ્થાપક સચીન બંસલ આ બંને કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ડેલ્ટા કોર્પ, કેનરા બેન્ક અને SAIL એક વર્ષમાં 44થી 60 ટકા સુધી વધ્યા હતા. આ શેરોમાં એચએનઆઈની માલિકી ચારથી છ ટકા જેટલી વધી છે.
ધનાઢ્ય રોકાણકારોના ફેવરિટ અન્ય શેરોમાં દિશમાન કાર્બોજેન, આઇડીએફસી અને વી-ગાર્ડ સામેલ છે જેણે બજાર કરતા વધારે ઊંચું વળતર આપ્યું છે. આ ત્રણ શેરો પૈકી ઝુનઝુનવાલા, તેમના પત્ની રેખા અને મુકુલ અગ્રવાલ દિશમાન કાર્બોજેનમાં હિસ્સો ધરાવે છે જ્યારે આકાશ ભાનુસાલી અને આશિષ દિવાન પાસે આઇડીએફસીનો હિસ્સો છે.
વર્ષ દરમિયાન યસ બેન્કના શેરમાં 28 ટકા સુધી ઘટાડો થયો હતો. યસ બેન્કમાં એચએનઆઈએ પોતાનું હોલ્ડિંગ 2.8 ટકા સુધી વધાર્યું હતું.
[ad_2]
Source link
Leave a Reply