[ad_1]
સુરત: સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સુરત નજીક આવેલા કીમ-પીપોદરા નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે ચઢાવી ફરાર થયો હતો. ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લવાયેલા યુવકનું કેટલાક કલાકોની સારવાર બાદ મોત નીપજ્યું હતું. તપાસ દરમિયાન હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામનાર યુવકનું નામ વિમલ ગોડા હોવાનું સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ વિમલ 10 દિવસ પહેલા જ પિતા બન્યો હતો. પતિના મોતના સમાચાર સાંભળી માતા બનેલી પત્ની શોકમાં સરી પડી હોવાનું શોકમાં ગરક થઈ ગઈ હતી. મૃતકના મોટાભાઈના જણાવ્યા અનુસાર વિમલ એક મહિના પહેલા જ વતન ઓડિશાથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો અને લુમ્સના ખાતામાં કામે લાગ્યો હતો. દરમિયાન સોમવાર સાંજે કામ પરથી છૂટ્યા બાદ વિમલ મોટાભાઈને મળવા આવ્યો હતો. જયાંથી પરત જતી વખતે અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પર લોકોના ટોળેટોળા ભેગા થયા હતા અને 108ની મદદથી વિમલને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે, વિમલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા અને 10 દિવસ પહેલા જ પત્નીએ પુત્રને જન્મ આપતા વિમલ પિતા બન્યો હતો. પુત્રનું મોઢું જોવા વતન જવાની વાતચીત કરવા જ ભાઈને મળવા ગયો હતો. જો કે, તે પહેલા જ તેનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા પણ સુરતમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી હતી. જેમાં કારની એડફેટે આવેલા બે બાઈક સવાર યુવક પૈકીનું એકનું પ્રાઈવેટ પાર્ટ કપાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને હાથ અને પગ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા યુવકે સમગ્ર ઘટના અગે માહિતી આપી હતી.
[ad_2]
Source link