[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Dec 19, 2021, 7:36 PM
સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું. કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું.
હાઈલાઈટ્સ:
- સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું.
- કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. આખી લિંક પ્રિન્ટિંગ પ્રેસ પાસે મળે છે.
- ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે.
અહીં નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમના જણાવ્યા અનુસાર આરોપી દર્શન વ્યાસના ઘરે તપાસ કરતા ત્યાંથી 23 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. હવે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળની રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું હવે ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 સામે હાલમાં પ્રાંતિજમાં ગુનો નોંધાયો છે.
ગુજરાતમાં હાલ ચર્ચામાં આવેલા હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડ મામલે આજે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું એક ન્યૂઝ રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ મળતી માહિતી મુજબ, કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં હેડ ક્લાર્કનું પેપર મંગેશને વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી છે. કિશોર, મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે આજે પોલીસે અમદાવાદના સિંગરવાથી દીપક નામના વ્યક્તિની અટકાયત કરી છે. હાલ દીપકની પૂછપરછ ચાલી રહી છે. વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
















Leave a Reply