[ad_1]
હાઈલાઈટ્સ:
- આપના નેતા ઈસુદાન ગઢવીએ નશો કર્યો હોવાની અને છેડતી કર્યાની ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે નોંધાવી છે ફરિયાદ.
- હેડ ક્લર્કનું પેપર લીક થવા મામલે આપના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલયને ઘેરાબંધી કરવા પહોંચ્યા હતા.
- પોલીસે આપના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો અને તેમાંથી ઘણાની અટકાયત પણ કરી હતી.

ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂતે કમલમ્ ખાતે આપના કાર્યકરો દ્વારા તોડફોડ કરાયાની અને ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, શિવકુમાર, નિખીલ સવાણી, હસમુખ પટેલ ઉપરાંત 500થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધા રાજપૂતે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, આપના નેતા ઈસુદાન ગઢવી દારૂના નશામાં હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા હતા. તેમજ મોઢામાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે, દારૂના નશામાં ઈસુદાન ગઢવીએ તેમની છેડતી કરી હતી.
ક્મલમ્ ખાતે મામલો બીચકતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં આપના ઘણા કાર્યકરોને ઘાયલ થયા છે. આપના નેતાઓ અને કાર્યકરો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે રજૂઆત કરવા કમલમ્ ખાતે એકઠા થયા હતા. આ દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે આપના નેતાઓએ પેપર લીક થવા મામલે ભારે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચા કર્યા હતા. પોલીસે આપના કાર્યકરોને ખસેડવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને અટકાયતો કરી હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં 500ના ટોળા સામે 18 કલમક હેઠળ ગુનો નોંધ્યો છે.
તમે ટેસ્ટ કરી છે ચાંદખેડામાં ફેમસ નવરંગની દાબેલી?
[ad_2]
Source link
Leave a Reply