[ad_1]
હાઈલાઈટ્સ:
- ગત 12મી ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું.
- આ મામલે આપના કાર્યકરો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને ચેતવણી પત્ર આપવા પહોંચ્યા હતા.
- કમલમ્ ખાતે પોલીસે આપના કાર્યકરો પર લાઠીચાર્જ કરતા ઘણા લોકો ઘવાયા હતા.
જાણવા મળ્યા મુજબ, પોલીસના લાઠીચાર્જમાં ઘવાયેલા ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા છ. જ્યારે બાકીના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસે લઈ જવાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત 12મી ડિસેમ્બરે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. તેનું પેપર ફૂટી ગયું હતું અને આ પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાં ફૂટ્યુ હોવાનુ પોલીસે જણાવ્યું હતું. પોલીસે એ મામલે પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર સહિત કેટલાક શખસોની ધરપકડ કરી છે. આ પેપર 200થી વધુ લોકો સુધી પહોંચ્યુ હોવાનું કહેવાઈ રહ્યું છે.
કમલમ્ ખાતે બનેલી ઘટના અંગે ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે, આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાત યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરાયો છે.
પેપર લીક કાંડ મામલે આપના ગુજરાત અને યુથ વિંગ દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તેમાં આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા, નિખિલ સવાણી સહિતના નેતાઓ જોડાયા હતા. આ લોકો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને પેપર લીક કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા પહોંચ્યા હતા. તેઓ આ મામલે અસિત વોરાન તેમના પદ પરથી હટાવવાની માગ કરી રહ્યા છે.
[ad_2]
Source link
Leave a Reply