head clerk paper leak: ગૌણ સેવા પેપર લીકઃ માસ્ટર માઈન્ડ કેતનની અટકાયત, ઉમેદવાર દીઠ ₹10 લાખ લીધા હતા – gsssb head clerk recruitment exam paper leaked police detained master mind

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગૌણ સેવાના હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનારા શખ્સની પોલીસે કરી અટકાયત
  • પેપર લીકમાં ્વધુ ત્રણ લોકોની સંડોવણી હોવાની પોલીસને આશંકા
  • પ્રાંતિજ પાસેના ફાર્મહાઉસમાં ઉમેદવારોને બોલાવીને માસ્ટર માઈન્ડે આપ્યું હતું પેપર

અમદાવાદઃ ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે સાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે. કેતન પેપર લીકના મામલાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેતને ઉમેદવાર દીઠ 10 લાખ રૂપિયા લીધા હતા. રવિવારે પરીક્ષા હતી અને શનિવારે રાતે પ્રાંતિજ નજીક આવેલા ફાર્મ હાઉસમાં 42 ઉમેદવારોને પેપર આપી દેવામાં આવ્યું હતું. આ કેસમાં વધુ ત્રણ શખ્સની સંડોવણી હોવાની શક્યતા છે. કેતન પાસેથી આ માટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબ્જે કરવામાં આવી છે.

ગુજરાતમાં પડી રહી છે કડકડતી ઠંડી, આગામી 3-4 દિવસ શીતલહેરની આગાહી
જે ઉમેદવારોએ પરીક્ષા પહેલા પૈસા ચૂકવીને પેપર લીધું હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે કેતનના બેંક અકાઉન્ટની પણ તપાસ કરી હતી. કેતને 42 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લીધા હતા.

મળેલી માહિતી પ્રમાણે, જે કાર મળી આવી છે, તે પેપર લીક માટે પ્રાંતિજ નજીકના ફાર્મહાઉસ ખાતે ઉપયોગમાં લેવાઈ હતી. કેતન રાતે પેપર લઈને ફાર્મહાઉસ પહોંચ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ શખ્સ પણ હતા. જે સરકારી નોકરી કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં કુલ ચાર કારનો ઉપયોગ થયો હતો. જે સુરત, અમદાવાદ અને હિંમતનગરની પાસિંગ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

કોરોનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના સ્વજનોને રુ.50 હજારનું વળતર આપોઃ સુપ્રીમ કોર્ટ
લીક કરાયેલું પેપર જ્યારે ફાર્મહાઉસમાં આપવામાં આવ્યું ત્યારે 16 ઉમેદવારો હાજર રહ્યા. બાદમાં એક શિક્ષકને બોલાયા હતા. જેમણે ઉમેદવારોને રાતના 1.30 વાગ્યા સુધી પેપર સોલ્વ કરવામાં મદદ કરી હતી. ઉમેદવારો પાસેથી 10 લાખ રૂપિયા લઈને બાદમાં સોશિયલ મીડિયા દ્વારા વડોદરાના અન્ય ઉમેદવારો સુધી પણ પેપર પહોંચાડાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું હતું.

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ દાવો કર્યો હતો કે, પેપર લીક થવા અંગે કોઈ ફરિયાદ મળી નથી. જો કે, કોઈ તથ્યવાળા પુરાવા મળશે તો મંડળ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે. જે દોષિત છે તેમને છોડવામાં આવશે નહીં. આ મામલે 16 પોલીસ ટીમ તપાસ કરી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *