[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાતમાં ફરી એકવાર માવઠું થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે
- 2022મું નવું વર્ષ શરુ થવાની સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોના વાતાવરણમાં આવશે પલ્ટો
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થયું હતું. હવે જાન્યુઆરીમાં તારીખ 4થી 11 દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે અંબાલાલ પટેલ પણ જણાવે છે કે હવામાનમાં પલ્ટો આવવાના યોગ છે.
આ સિવાય જાન્યુઆરીની બીજા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની સંભાવના છે જેના કારણે પણ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. જાન્યુઆરીની 8-10 તારીખ દરમિયાન અને 16થી 18 તારીખ દરમિયાન હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે મસાલા અને જીરાના પાકને નુકસાન થવાની સંભાવના છે. જ્યારે કપાસ અને દિવેલ જેવા પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા છે જેના લીધે જાન્યુઆરી ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાની પટ્ટીના જિલ્લાઓમાં આગામી મહિને માવઠું થવાની સંભાવના દેખાઈ રહી છે.
ગઈકાલે થયેલા માવઠામાં રાજ્યના કેટલાક ભાગોમાં માર્કેટ યાર્ડની કામગીરી અટકાવી પડી હતી જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક માર્કેટ યાર્ડમાં અનાજ પલળી જવાની ફરિયાદ ઉઠી હતી. ગઈકાલે રાજ્યના રાજકોટ, જામનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં માવઠું નોંધાયું હતું.આ કારણે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરો જાણે હિલ સ્ટેશન બની ગયા હોય તેવો અનુભવ સ્થાનિકોને થયો હતો.
[ad_2]
Source link