[ad_1]
હાઈલાઈટ્સ:
- અમદાવાદમાં રમકડાંની દુકાન ચલાવતા યુવકના 2005માં લગ્ન થયા હતા, અને પછી પત્ની અભ્યાસ માટે અમેરિકા ગઈ
- 2010માં પત્ની પરત આવી, બંને ફરવા ગયા અને તે દરમિયાન તે ગર્ભવતી પણ બની.. અમેરિકામાં બાળકનો જન્મ થયો
- બાળકને નાના-નાનીના ઘરે મોકલી દીધા બાદ મહિલા આજે પણ અમેરિકા રહે છે, 2010 પછી ક્યારેય ભારત નથી આવી
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી માટે આવેલો આ કેસ કંઈક એવો છે કે, અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા રમેશ (નામ બદલ્યું છે)ના લગ્ન 2005માં રસિલા (નામ બદલ્યું છે) સાથે થયા હતા. મેરેજ બાદ રમેશે પત્નીને સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા મોકલી હતી. જ્યાંથી તે 2010માં પરત આવી હતી. ત્યારબાદ રમેશ અને રસિલા હનિમૂન પર ગયાં હતાં. ભારતમાં રોકાણ દરમિયાન રસિલા પ્રેગનેન્ટ થઈ હતી, પરંતુ તે થોડા સમયમાં અમેરિકા ચાલી ગઈ હતી, જ્યાં તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો.
દીકરાને રસિલાએ થોડા સમયમાં પોતાના માતા-પિતાના ઘરે મોકલી દીધો હતો, અને તે આજની તારીખે પણ મામાના ઘરે જ રહે છે. બીજી તરફ, પત્ની અમેરિકાથી પરત આવતી જ ના હોવાથી આખરે રમેશે ડિવોર્સ માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે છૂટાછેડા ગ્રાહ્ય રાખી રમેશને મહિને 20 હજાર રુપિયા ખાધાખોરાકી આપવા આદેશ કર્યો હતો. જોકે, રમેશ પોતાની આવક ટૂંકી હોવાથી આટલી રકમ ચૂકવી શકે તેમ ના હોવાનું કહી હાઈકોર્ટમાં ગયો હતો.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રસિલાનો ભાઈ ઉપસ્થિત રહ્યો હતો. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તેની બહેન અમેરિકામાં વર્ક પરમિટ પર રહે છે, અને તેની ગ્રીન કાર્ડની અરજી પેન્ડિંગ છે. જો તે ભારત પરત આવે તો ફરી અમેરિકા જવાનું મુશ્કેલ બની શકે છે. કોર્ટે સુનાવણીમાં એવી ટકોર પણ કરી હતી કે બાળકના ભોગે કરિયર કેમ બનાવી છે? કોર્ટે જો રમેશ ખાધાખોરાકીની અત્યારસુધી ચઢેલી રકમ ચૂકવી દે તો ડિવોર્સ મંજૂર કરી દેવાશે તેવું પણ જણાવ્યું હતું.
કોર્ટે રમેશની દલીલ સાંભળીને ભરણપોષણની રકમ મહિને 20 હજારથી ઘટાડીને 10 હજાર રુપિયા કરી આપી હતી. જોકે, અત્યારસુધી બાકી નીકળતી રકમ દીકરાના નામે એફડી કરાવી દેવા માટે પણ કોર્ટે સૂચન કર્યું હતું, જેના માટે રમેશે તૈયારી દર્શાવી હતી.
[ad_2]
Source link
Leave a Reply