gujarat head clerk paper leak case: Paper Leak Case: દર્શન વ્યાસના ઘરેથી પોલીસને 23 લાખ કેશ મળી આવ્યા – gujarat head clerk paper leak case police recovered 23 lakh cash from darshan vyas’ house

[ad_1]

હિંમતનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા પરીક્ષાના પેપર લીક કેસ મામલે રોજ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમના જણાવ્યા અનુસાર આરોપી દર્શન વ્યાસના ઘરે તપાસ કરતા ત્યાંથી 23 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. હવે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે.

અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરાઈ
ગૌણ સેવા પસંદગી મંડળની રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું હવે ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પેપર લીક કેસમાં સંડોવાયેલા 11 સામે હાલમાં પ્રાંતિજમાં ગુનો નોંધાયો છે. આ કાંડમાં જેટલા સંડોવાયેલા હશે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે. આ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને બાકીને પકડવા તપાસ ચાલી રહી છે.

આ પેપરકાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેમાં મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે.

કયા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
1. જયેશ પટેલ
2. જશવંત પટેલ
3. દેવલ પટેલ
4. ધ્રુવ બારોટ
5. મહેશ પટેલ
6. ચિંતન પટેલ
7. કુલદીપ પટેલ
8. દર્શન વ્યાસ
9. સતિષ પટેલ
10. સુરેશ પટેલ
11. મહેન્દ્ર પટેલ

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાંતિજ તાલુકાના ઉંછાના રહીશ જશવંત હરગોવનભાઈ પટેલ તથા તેના પુત્ર દર્શન જશવંત પટેલ પોગલુ ખાતે રહેતા તેના સસરા મહેન્દ્રભાઈ એસ પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈ ગયો હતો અને ઘરમાં જ બેસાડીને પેપર સોલ્વ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પોલીસ તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર લાખો રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પુસ્તકો ઉપલબ્ધ કરાવીને પ્રશ્નપક્ષ સલવ કરાવીને પરીક્ષાર્થીઓને તેઓના નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *