[ad_1]
હાઈલાઈટ્સ:
- રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી
- જાહેરાત અનુસાર 19 ડિસેમ્બરે બેલેટ પેપેરથી મતદાન, 21મીએ મતગણતરી થશે
- જે ગામોમાં ચૂંટણી હાધ ધરાશે ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMથી નહીં પરંતુ બેલેટ પેપેરથી મતદાન થશે
ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન થશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે.
4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, 6 ડિસે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ
રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. જે ગામોમાં ચૂંટણી છે ત્યાં આજથી આચારસંહિતા લાગુ થશે. રાજ્યમાં 10879 ગ્રામ પંચાયતમાં 2 કરોડ 6 લાખ 53 હજાર મતદાતાઓ છે, આ ગામોના 27,085 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જો કે જ્યાં સમરસ ગ્રામ પંચાયત થશે ત્યાં ચૂંટણી નહીં યોજાય તેવું જાણવા મળ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply