gujarat govt: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો થતા ફરી કડક બનાવાઈ શકે છે નિયમો – gujarat government may take required steps to stop new spreading

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં કોરોના અને તેની સાથે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધ્યા
  • લાંબા સમય પછી રાજ્યમાં એક જ દિવસમાં 100થી વધારે કેસ આવ્યા છે
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો ફરી કડક બની શકે છે

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઉછાળો અને નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં વધારો થવાના કારણે આગામી સમયમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. કોરોનાના કેસમાં ઘટાડો થવાથી છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો હતો આ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે પોલીસ દ્વારા રખાતી કડકાઈથી પણ લોકોને રાહત મળી હતી. જોકે, ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા ટૂંક સમયમાં નિયમો આકરા બનાવવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આવામાં 31 ડિસેમ્બરની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકાઈ શકે છે. એવી ચર્ચા થઈ રહી છે વધતા કેસને જોતા આગામી બે દિવસની અંદર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે.

સાવધાન! દેશમાં ઓમિક્રોનના કેસનો આંક 300ને પાર, સંક્રમણની ગતિ વધી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને લઈને સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠક દરમિયાન પણ નિયમો કડક કરવા અંગે રજૂઆતો થઈ હતી અને તેના પર ચર્ચાઓ કરાઈ હતી. આવામાં હવે સરકાર આગામી દિવસોમાં તહેવારોમાં બેદરકારીના લીધે કોરોના હાવી બની જાય તેવી સ્થિતિને રોકવાના પ્રયત્નો કરવામાં આવશે. આવામાં માસ્ક પહેરવાના નિયમો, લગ્ન પ્રસંગમાં મહેમાનોની હાજરી, મરણ પ્રસંગમાં હાજર રહેનારા લોકોની સંખ્યા વગેરે પર વિચાર કરવામાં આવી શકે છે. કોરોનાના કેસ ફરી બેકાબૂ બની જાય તે પહેલા તેના પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવા માટે દેશના ઘણાં એક્સપર્ટ્સ પણ સલાહ આપી ચુક્યા છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ જરુરી છે તેના પર પણ બેઠક દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય નિયમો કડક કરવાથી પણ લોકો બેદરકારી દાખવવાનું બંધ કરશે તે દિશામાં પણ પગલા ભરવામાં આવી શકે છે.

અમદાવાદની પરિણીતાએ ત્રીજા લગ્ન પછી પણ સાસરિયા-પતિનો ત્રાસ વેઠ્યો, કરી ફરિયાદ
ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો થવાનું શરુ થઈ ગયું છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 30 પર પહોંચી ગઈ છે.

ગુજરાતઃ દૈનિક કેસ ફરી 100ને પાર, 2નાં મોત

ગુજરાતમાં ઘણાં લાંબા સમય પછી એક જ દિવસમાં કોરોનાના 100થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 111 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. ગુરુવારે નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદમાં 43 કેસ નોંધાયા છે. જે પછી બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે સુરત (18) અને વડોદરા (11) આવે છે. 24 કલાકમાં રાજ્યમાં 78 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. નવા રજૂ થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 668 પર પહોંચી ગયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *