[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Dec 17, 2021, 11:38 AM
ગુજરાતના ઓમિક્રોનના પ્રથમ દર્દી અને તેમના પત્ની તેમજ સાળાના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે કોઈને પણ ઓક્સિજન સપ્લાયની જરુર પડી નહોતી.
હાઈલાઈટ્સ:
- નવેમ્બરના અંતમાં ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષના વૃદ્ધમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો હતો.
- જે બાદ તેમની પત્ની અને સાળાનો રિપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો.
- આટલા દિવસની સારવાર બાદ સતત બે નેગેટિવ રિપોર્ટ પછી ત્રણેય દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહત્વનું છે કે દરમ્યાનમાં દક્ષિણ આફ્રીકાના પડોશી ઝિમ્બાબ્વેથી જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં સસરાના ઘરે આવેલા 72 વર્ષના વૃધ્ધને શરદી-તાવની તકલીફ થતાં તેમને ખાનગી ડોકટર પાસે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. ડોકટરે તેમની ટ્રાવેલ હીસ્ટ્રી જાણીને તેમનો કોવીડ ટેસ્ટ કરાવતાં દર્દીનો કોવીડ ટેસ્ટ તા.30ના રોજ પોઝિટીવ આવ્યો હતો. જે બાબતની તંત્રને જાણ કરવામાં આવતાં હાઈરીસ્ક દેશોમાંથી આવતાં લોકો અને નોંધાયેલા કોવીડ દર્દી માટેની ગાઈડ લાઈન મુજબ દર્દીને સીધા ડેન્ટલ હોસ્પિટલમાં ઉભી કરાયેલી 400 બેડની કોવીડ ફેસેલીટી ખાતે આઈસોલેટ કરવામાં આવ્યા હતા.
જે બાદ તા.1 ડીસેમબરે તેના સેમ્પલને પુના ખાતેની લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતાં. જ્યાંથી તા.4 ડીસેમ્બરના રોજ તેને ઓમિક્રોનનો ચેપ હોવાનો રીપોર્ટ આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ તેમના સંપર્કમાં આવેલા તમામનું ટ્રેસિંગ શરું કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ દર્દી સામે આવ્યાના બાદ તેમના પત્ની અને સાળાનો પણ કોવીડ રીપોર્ટ તા.5ના રોજ પોઝિટીવ આવતાં તે બન્નેના સેમ્પલો પણ રાજ્યની લેબોરેટરીમાં ગાંધીનગર ખાતે મોકલાયા હતાં. જ્યાં તા.10ના રોજ આ બન્ને દર્દીઓને પણ ઓમિક્રોનના વેરીઅન્ટનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ તમામને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાનમાં કોવીડના ઓમિક્રોન વેરિઅન્ટની ગાઈડ લાઈન મુજબ દર્દીના ત્રણ દિવસના અંતરે લેવાયેલા બે કોવીડ રીપોર્ટ સતત નેગેટીવ આવે તો જ તેમને હોસ્પિટલમાંથી મુક્ત કરી શકાય. તે મુજબ જામનગરમાં નોંધાયેલા ગુજરાતના પ્રથમ દર્દી ઉપરાંત તેમના પત્ની અને સાળાના સતત બે કોવીડ રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને તા. 16 ડિસેમ્બરના દિવસે ગુરૂવારે સાંજે રજા આપી દેવામાં આવી હતી. અહીં એ બાબતની ખાસ નોંધ લેવી પડે કે સારવાર દરમિયાન એક પણ દર્દીને ઓકિસજનની જરૂરિયાત પડી નહીં.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply